Home> Gujarat
Advertisement
Prev
Next

બાલ્કનીમાં બેસી રહેતા કબૂતરથી આઘા રહેજો, તમને મોટી બીમારીના ખાટલામાં પાડી શકે છે!

Pigeon Alert : જો તમે પણ તમારા ઘરની બાલ્કનીમાં કબૂતરો બેસી રહે છે, તો ચેતી જજો... કારણ કે કબૂતરોનું બેસવું તમારા માટે લાંબા ગાળે બીમારીઓનું આમંત્રણ આપી શકે છે

બાલ્કનીમાં બેસી રહેતા કબૂતરથી આઘા રહેજો, તમને મોટી બીમારીના ખાટલામાં પાડી શકે છે!

How to get rid of Pigeons Poop: મોટાભાગના લોકોને એવી સમસ્યા હોય છે કે તેમના ઘરની બાલ્કનીમાં કબૂતરોનો જમાવડો રહે છે અને તેઓ ઘણી ગંદકી ફેલાવે છે. તમારી આસપાસ ફરતા આ કબૂતરોને જરા પણ લાઈટલી લેવાની જરૂર નથી. આ એક ગંભીર વિષય છે. કારણ કે, કબૂતર તમને બહુ મોટી બીમારીના ખાટલામાં પાડી શકે છે. કબૂતરની અઘાર અને પીંછાના સંપર્કમાં આવતી વ્યક્તિ લાંબે ગાળે એલર્જ-ફેફસાંના રોગનો શિકાર બની શકે છે. 

fallbacks

કબૂતરની અઘાર અને પીંછા કેટલા જોખમી  
છેલ્લાં કેટલાક વર્ષોમાં હાઈરાઈઝ ઈમારતો વધી છે. જેને કારણે કબૂતરોને વસ્તી પણ વધી છે. એક્સપર્ટસ કહે છે કે, કબૂતરની અષાર-પીંછાના સંપર્કમાં આવનારી વ્યક્તિને ફેફસાંને અસર કરતી 'હાયપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ' નામની બીમારી થાય છે. આ રોગના દર્દીને લાંબો સમય શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખાંસી પણ મટતી નથી. તબીબોએ જણાવ્યું કે, કબૂતરની અથારમાં માઇક્રોસ્કોપિક એન્ટીજન (જીવાણું) પેદા થાય છે. આ અધાર સુકાઈને પાઉડર બની જાય છે. અધારનો પાઉડર હવામાં મળીને સંક્રમણ ફેલાવે છે. સંક્રમણના સંપર્કમાં આવતા વ્યકિતમાં 'હાયપર સેન્સિટિવિટી ન્યુમોનાઈટીસ'નું એલર્જિક રિએક્શન થાય છે. રિએક્શનથી શરૂમાં એલર્જી, ફંગલ ઇન્ફેક્શન, શ્વાસમાં તકલીફ, થાય છે. કેટલાંક કિસ્સામાં દર્દીને 24 કલાક ઓક્સિજન લેવો પડે છે. 

80 વર્ષના દાદાને બીજા લગ્ન કરવા હતા, પુત્રએ ના પાડતા પિતાએ કરી દીધી હત્યા

મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં ન્યુમોનિયાના કેસમાં થયો વધારો 
મુંબઈ પાસેના શહેર થાણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશને હાલમાં જ કબૂતરો ખવડાવનારા લોકો સામે પોસ્ટર ચોંટાડ્યા છે. જેમાં લોકોને કબૂતરોને ખવડાવવા અંગે ચેતવણી આપવામાં આવી છે. આ પોસ્ટર ઝુંબેશ કબૂતરો દ્વારા થતા અતિસંવેદનશીલ ન્યુમોનિયા વિશે જાગૃતિ લાવવા માટે ચલાવવામાં આવી છે.  તે ફેફસાં સંબંધિત રોગ છે. જે કબૂતરોના સંપર્કમાં આવવાથી થાય છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પુણે જેવા કેટલાક શહેરોમાં કબૂતર સંબંધિત અતિસંવેદનશીલ ન્યુમોનિયાના કેસમાં વધારો થયો છે.

ઘણી વાર સ્વાસ્થ્યની માટે બની શકે છે જોખમી
એક રિપોર્ટ અનુસાર જે લોકોને પહેલાથી જ ફેફસાની સમસ્યા હોય તેવા લોકોમાં અતિસંવેદનશીલ ન્યુમોનિયાનું જોખમ 60-65 વધુ હોય છે. ડો. સાર્થક રસ્તોગી, કન્સલ્ટન્ટ પલ્મોનોજિસ્ટ, એસએલ રાહેજા હોસ્પિટલ, માહિમ, મુંબઈએ જણાવ્યું છે કે કેવી રીતે કબૂતરો તેમના મળ દ્વારા આડકતરી રીતે આ રોગ ફેલાવે છે, જે સ્વાસ્થ્ય માટે ઘણી વખત જોખમી સાબિત થઈ શકે છે.

તમારો યોગ પાક્યો છે... કહીને ભુવાએ પિતરાઈ ભાઈની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું

કબૂતરોની પાસે રહેવાથી ક્યા રોગોનું થાય છે જોખમ?
જો કબૂતરો અથવા અન્ય પક્ષીઓ આસપાસ હોય અને તે ઘણાં હોય તો તેમના મળ અને પીંછાને કારણે રોગો થવાનું જોખમ રહેલું છે. જ્યારે શ્વાસ લેવામાં આવે છે, ત્યારે પક્ષીઓ અથવા કબૂતરોના મળ અને પીંછામાંથી એન્ટિજેન્સ ફેફસામાં પહોંચે છે અને રોગપ્રતિકારક પ્રતિક્રિયા પેદા કરે છે. જે ફેફસાને નુકસાન પહોંચાડે છે. ડો. રસ્તોગીએ જણાવ્યું કે તેમણે અતિસંવેદનશીલ ન્યુમોનીટીસના કેટલાક દર્દીઓ જોયા છે, જેઓ કા તો કબૂતર ઉછેરતા હતા.અથવા પક્ષીઓ સાથે રહેતા હતા અથવા એવી જગ્યાએ રહેતા હતા જ્યાં મોટી સંખ્યામાં કબૂતર હોય છે.

દુનિયામાં આ અંગે વૈજ્ઞાનિક સંશોધનમા શું જાણવા મળ્યું છે?
કબૂતરો એલર્જી અને ચેપનું કારણ બને છે. પિડજિન બ્રીડર રોગ એ અતિસંવેદનશીલતા ન્યુમોનાઇટિસનું સામાન્ય કારણ છે. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી કબૂતરોથી દૂર રહેવું વધુ સારું છે. નહીંતર તે ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે.

વિચિત્ર કિસ્સો! ૩ બાળકોને છોડી ગુજરાતની મહિલા આગ્રાના પ્રેમી સાથે ભાગી ગઈ
 
કબૂતરો દ્વારા થતા રોગોની રોકથામ શું છે?
આ ખાસ કરીને વૃદ્ધ લોકો માટે વધુ ગંભીર ખતરો પેદા કરી શકે છે. આને રોકવા માટે પિજિન નેટ લગાવવી અને કબૂતરોના મળ અને ગંદરીને સતત સાફ કરવી જરૂરી છે. ગંદકી સાફ કરવામાં ખાસ કાળજી લેવાવી જરૂર છે. જે કોઈ કબૂતરોની વાસણ સાફ કરે છે, તેણે માસ્ક અને મોજાનો ઉપયોગ કરવો જોઈએ.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને દંડ રાખ્યો છે
 થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ચેતવણી આપી છે કે કોઈ પણ વ્યક્તિ કબૂતરોને ખવડાવતા પકડશે તો તેને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો કે, કબૂતરોને કારણે ન્યુમોનિયાના કેસો વધી રહ્યાં હોવા છતાં મુંબઈમાં અત્યાર સુધી આવું કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. પરંતુ, લોકો માટે કબૂતરોથી દૂર રહેવું વધુ સારું છે.

ગુજરાત બનશે કુરુક્ષેત્રનું મેદાન, કોંગ્રેસ બાદ AAP ના આતિશીનું મોટું એલાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More