Home> Gujarat
Advertisement
Prev
Next

નવા નિયમ સાથે મંજુર થયું સ્ટેમ્પ ડ્યુટી સુધારા બિલ, હવેથી સીધો 1 લાખ સુધીનો દંડ લાગશે

Stamp Duty Amendment Bill Approved : ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025' ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું, હવેથી દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરાઈ... ત્યારે આ સુધારા બિલને રાજ્યપાલ દ્વારા એપ્રુવ કરાયું 

નવા નિયમ સાથે મંજુર થયું સ્ટેમ્પ ડ્યુટી સુધારા બિલ, હવેથી સીધો 1 લાખ સુધીનો દંડ લાગશે

Stamp Duty Rule Change : સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારા બિલને રાજ્યપાલ દ્વારા મંજુરી મળી ગઈ છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં 'ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025' રજૂ કરવામાં આવ્યું હતું. સુધારા બિલમાં સૌથી મોટા અપડેટ એ છે કે, તેમાં દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. 

fallbacks

સ્ટેમ્પ ડ્યુટી સુધારા બિલ (સ્ટેમ્પ ડ્યૂટી એમેન્ડમેન્ટ બિલ) ને તાજેતરમાં ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ હાલના 200 થી વધારીને 1 લાખ કરવામાં આવી છે. 

દંડની રકમ વધારી દેવાઈ 
આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમજ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. 

અમદાવાદમાં પ્રોપર્ટી ધરાવનારા માટે મોટી ખબર, કોર્પોરેશન શરૂ કરી રહી છે એક સરવે

ભાડાની પ્રોપર્ટી પર બોજો વધ્યો
દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી હતી. સાથે ભાડા પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. 11 મહિના 39 દિવસના ભાડાં કરાર રહેઠાણ માટે હોય તો તેને માટે 500 રૂપિયાનો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે 1000 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહીં દર્શાવવામાં આવી હોય તો તેને માટે 10 હજાર રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

સ્ટેમ્પ ડ્યુટી જરૂરી દસ્તાવેજ
સ્ટેમ્પ ડ્યૂટી એ બહુ જ જરૂરી દસ્તાવેજ છે. જેમાં રૂપિયા જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવવામા આવે છે. હવે નવા સુધારા મુજબ, સરકારે સ્ટેમ્પ ડ્યૂટીની રકમ બમણી કરી દીધી છે. ઉદાહરણ તરીકે જોઈએ, તો જો તમને 1 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરવાી હોય તો તેને બદલે હવે 2 લાખ જમા કરાવવા પડશે. આમ, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આ અંગેની માહિતી મેળવી લેવી. 

ગુજરાતના આ જિલ્લા પર મોટું સંકટ, 4 થી 9 એપ્રિલ સુધીની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More