દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બંકે પોતાની 400 દિવસમાં અમીર બનાવતી સ્કીમ બંધ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ (FB) સ્કીમ 'અમૃત કળશ' બંધ કરી છે. અમૃત કળશ યોજનામાં રોકાણનો અંતિમ સમય 31 માર્ચ 2025 હતો. હવે એસબીઆઈએ તે બંધ કરી છે. SBI બેંકની વેબસાઈટ મુજબ 1 એપ્રિલ 2025થી બેંકે અમૃત કળશ યોજના બંધ કરી છે. જો તમે 31 માર્ચ 2025ના રોજ અરજી કરી હશે તો તમારી એફડીનું શું થશે તે ખાસ જાણો.
અમૃત કળશ એફડી સ્કીમ લેનારાનું શું
જે રોકાણકારોએ SBI ની અમૃત કળશ યોજનામાં 31 માર્ચ 2025 સુધી રોકાણ કર્યું હશે તેમને મેચ્યોરિટી પર ઈન્ટરેસ્ટ અને મૂળ રકમ પાછી મળી જશે. અમૃત કળશ યોજનાના રોકાણકારોએ પરેશાન થવાની કોઈ જરૂર નથી. તેમના પૈસા અને વ્યાજ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
અમૃત કળશ યોજના વિશે
અમૃત કળશ એફડી સ્કીમ એક શાનદાર સેવિંગ સ્કીમ હતી જેમાં ગ્રાહકો ફક્ત 400 દિવસ માટે રોકાણ કરતા હતા. આ સ્કીમ એક વર્ષ 2 મહિના જેટલી લગભગ હતી. જો કે હવે તેમાં રોકાણ કરી શકાશે નહીં કારણ કે બેંકે આ યોજના પાછી ખેંચી લીધી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ખાસ ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમ 'અમૃત કળશ'માં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 હતી. આ યોજના એપ્રિલ 2023માં શરૂ કરાઈ હતી અને ગ્રાહકોનો રસ જોતા તેની સમયમર્યાદા વધારવામાં આવી હતી.
શું હતી અમૃત કળશ એફડી યોજનાની ખાસિયત
પીરિયડ - 400 દિવસ
સામાન્ય ગ્રાહકોને 7.10% અને વરિષ્ઠ નાગરિકોને 7.60% વ્યાજ મળતું હતું. આ દરો નિયમિત એફડી યોજનાઓ કરતા 30 બેસિસ પોઈન્ટ્સ વધુ હતા. આ યોજના ઘરેલુ ભારતીયો અને NRI બંને માટે ખુલ્લી હતી. તે 2 કરોડ રૂપિયાથી ઓછાની ટર્મ ડિપોઝિટ પર લાગૂ હતી. ગ્રાહકો વ્યાજને માસિક, ત્રિમાસિક કે છમાસિક આધારે લઈ શકતા હતા. વિશેષ ટર્મ ડિપોઝિટ પર વ્યાજ મેચ્યોરિટી પર અપાતું હતું. આ યોજનામાં આવકવેરા અધિનિયમ મુજબ ટીડીએસની કપાત થતી હતી. યોજનામાં લોનની સુવિધા અને સમય પહેલા ઉપાડની પણ વ્યવસ્થા હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે