ગાંધીનગરઃ મોટાપો, મેદસ્વિતા, વધારે વજન.... આ બધા શબ્દો એક સમાન છે. આજના સમયમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. વધારે વજનને કારણે શરીરમાં અનેક સમસ્યા થવા લાગે છે અને શરીર બીમારીઓનું ઘર બની જાય છે. તેવામાં મેદસ્વિતા દૂર કરવી જરૂરી છે. હવે ગુજરાત સરકારે આ માટે ખાસ અભિયાન લોન્ચ કર્યું છે.
ગુજરાત સરકાર ચલાવશે અભિયાન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, આજના આ યુગમાં સમગ્ર દુનિયામાં મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. મેદસ્વિતાના કારણે હૃદયના રોગ, હાઈપરટેન્શન, ડાયાબિટીસ સહિતના વિવિધ રોગ થવાની સંભાવના વધી જાય છે.
આજના આ યુગમાં સમગ્ર દુનિયામાં મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. મેદસ્વિતાના કારણે હૃદયના રોગ, હાઈપરટેન્શન, ડાયાબિટીસ સહિતના વિવિધ રોગ થવાની સંભાવના વધી જાય છે.
દેશવાસીઓમાં આ અંગે જાગૃતિ આવે તેવી લાગણી સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વિતા (Obesity) થી…
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 4, 2025
‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’
દેશવાસીઓમાં આ અંગે જાગૃતિ આવે તેવી લાગણી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વિતા (Obesity) થી મુક્તિ માટે રાષ્ટ્રવ્યાપી પ્રયાસો થાય તેવું આહવાન તાજેતરના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કર્યું હતું. તેમના આ અભિયાનને ઝીલી લઈને ગુજરાતમાં પણ આપણે આજે ‘વિશ્વ મેદસ્વિતા દિવસ’ ના અવસરે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ ની નેમ સાથે એક રાજ્યવ્યાપી અભિયાનનો શુભારંભ કરીએ તેવો અનુરોધ કરું છું.
આ પણ વાંચોઃ ઉનાળામાં બાળકોને પેપ્સી, આઈસ્ક્રીમ કે બરફના ગોળા ખવડાવતા પહેલા ચેતી જજો
લોકોને જોડાવા કરી અપીલ
જે અંતર્ગત, રાજ્ય સરકાર તો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મેદસ્વિતા ઘટાડવા અંગે લોકોને જાગૃત કરશે જ, સાથોસાથ આ અભિયાનમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, કોર્પોરેટ્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સૌ નાગરિકો પણ જોડાય એ ખૂબ જરૂરી છે.
‘વિકસિત ભારત – વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે નાગરિકોનું સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રાથમિક શરત છે. રોજિંદા જીવનમાં નિયમિત વ્યાયામ, યોગ-પ્રાણાયામ અને શ્રમ તેમજ આહારમાં નાના-નાના બદલાવ કરીને મેદસ્વિતાથી મુક્ત થઈને સ્વસ્થ જીવન પ્રાપ્ત કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે