Home> Sports
Advertisement
Prev
Next

Champions Trophy 2025 : ટ્રેવિસ હેડનો કેચ પકડતી વખતે શુભમન ગિલે એવું તે શું કર્યું કે અમ્પાયરે આપી ચેતવણી

Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને છે. ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ દરમિયાન શુભમન ગિલે ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડનો ક્લીન કેચ લીધો હતો, પરંતુ તેમ છતાં તેને અમ્પાયર તરફથી ચેતવણી મળી હતી.

Champions Trophy 2025 : ટ્રેવિસ હેડનો કેચ પકડતી વખતે શુભમન ગિલે એવું તે શું કર્યું કે અમ્પાયરે આપી ચેતવણી

Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમના ખેલાડી શુભમન ગિલે કાંગારૂ ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડનો ક્લીન કેચ લીધો હતો, પરંતુ તેમ છતાં તેને અમ્પાયર તરફથી ચેતવણી મળી હતી. આ ઘટના પ્રથમ ઇનિંગ્સની નવમી ઓવરના બીજા બોલ પર બની હતી જ્યારે વરુણ ચક્રવર્તીના બોલ પર હેડ આઉટ થયો હતો. તેણે બોલને લોંગ ઓફ તરફ ફટકાર્યો, જ્યાં ગિલે એક શાનદાર કેચ પકડ્યો હતો.

fallbacks

ઓસ્ટ્રેલિયા સામે ભારત જીતશે તો પાકિસ્તાનને થશે રૂપિયા 128 કરોડનું નુકશાન

ફિલ્ડ અમ્પાયરે ગિલને ચેતવણી આપી

શુભમન ગિલે એકદમ ક્લીન કેચ કર્યો હતો, પરંતુ અમ્પાયર આનાથી સેટિસ્ફાઇડ નહોતા કારણ કે ગિલે કેચ કર્યા બાદ તરત જ બોલ છોડી દીધો હતો. ગિલે આવું કર્યા બાદ તેને અમ્પાયર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. જો કે ફિલ્ડર જો કેચ લે તો તેણે બોલને કેટલો સમય પકડવો જોઈએ તેની કોઈ સમય મર્યાદા નથી, પરંતુ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના નિયમો જણાવે છે કે કેચ પકડે તે પહેલા ખેલાડીનું બોલ અને તેની ઝડપ પર સંપૂર્ણ નિયંત્રણ હોવું જોઈએ.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2015 વર્લ્ડકપની સેમિફાઇનલ જેવો સંયોગ, ફેન્સના વધ્યા ધબકારા

MCCના નિયમો અનુસાર, કેચ પકડવાની પ્રક્રિયા ત્યારથી શરૂ થાય છે જ્યારે બોલ પ્રથમ ફિલ્ડરના સંપર્કમાં આવે છે અને જ્યારે ફિલ્ડર બોલ અને તેની ઝડપ બંને પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે છે ત્યારે સમાપ્ત થાય છે. ગિલે કેચ લીધા બાદ બોલ છોડ્યો ત્યારે તે લગભગ દોડી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મેચમાં કાંગારૂ કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમની પ્રથમ વિકેટ માત્ર 4 રનમાં પડી હતી અને ત્યારબાદ હેડ આ મેચમાં 33 બોલમાં 39 રન બનાવીને વરુણના બોલ પર આઉટ થયો હતો. શમીએ કોનોલીને શૂન્ય રને આઉટ કરીને ભારત માટે પ્રથમ વિકેટ લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More