Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ 10 દિવસમાં બીજી વખત સુરતની મુલાકતે, જાણો કેમ...

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ છેલ્લા 10 દિવસમાં બીજી વાર સુરતની મુલાકાતે આવ્યા હતા. 20મી જૂનના રોજ સુરત આવ્યા બાદ આજે ફરી એક વખત તેઓ સુરતની મુલાકાતે હતા. સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ અને ખાસ કરીને હીરા ઉદ્યોગમાં જે રીતે રત્ન કલાકારોનું પોઝિટિવ કેસ આવી રહ્યા છે. તે અંગે પાલિકાના અધિકારીઓ સહિત ખાનગી અને સરકારી હોસ્પિટલોના તબીબો સાથે મિટિંગ યોજી હતી.

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ 10 દિવસમાં બીજી વખત સુરતની મુલાકતે, જાણો કેમ...

સુરત: રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ છેલ્લા 10 દિવસમાં બીજી વાર સુરતની મુલાકાતે આવ્યા હતા. 20મી જૂનના રોજ સુરત આવ્યા બાદ આજે ફરી એક વખત તેઓ સુરતની મુલાકાતે હતા. સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ અને ખાસ કરીને હીરા ઉદ્યોગમાં જે રીતે રત્ન કલાકારોનું પોઝિટિવ કેસ આવી રહ્યા છે. તે અંગે પાલિકાના અધિકારીઓ સહિત ખાનગી અને સરકારી હોસ્પિટલોના તબીબો સાથે મિટિંગ યોજી હતી.

fallbacks

આ પણ વાંચો:- કેટ દ્વારા ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધની માંગ, 500 વસ્તુઓ પર પ્રતિબંધ મુકવા તૈયાર કર્યું લિસ્ટ

સુરત મહાનગરપાલિકાના મુખ્યાલય ખાતે આજે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો તથા સરકારી હોસ્પિટલના ડોક્ટર સહિત મનપાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દસ દિવસમાં ફરી બીજી વખત જ્યંતી રવિ સુરતની મુલાકાત કરી તમામ બાબતની સમીક્ષા બેઠક યોજી હતી.

તેઓએ જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાં જે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેની ઉપરના માળે પણ કોવિડ હોસ્પિટલ બનાવવા અંગેની ચર્ચા હાથ ધરવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલ જે રીતે દર્દીઓ પાસે ઉઘાડી લૂંટ કરી રહ્યા છે તે અંગે પણ ફરિયાદ કરતા તેઓએ જણાવ્યું હતું. કોરોના રિપોર્ટ કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત નથી.

આ પણ વાંચો:- આજે ગુજરાતનો દુનિયામાં ડંકો વાગશે, પરમાણુ ફ્યુઝનનું ક્રાયોસ્ટૈટ સુરતથી ફ્રાન્સ મોકલાશે

સિવિલ હોસ્પિટલ અંગે વારંવાર થયેલી ફરિયાદ અંગે તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે અને જે પણ સમસ્યા ઊભી થઈ છે તે દુર કરવામાં આવશે.આ ઉપરાંત કોરોના દર્દી ના મોત બાદ બારો બાર અંતિમ સંસ્કાર ની ઘટના માં પણ તપાસ ના આદેશ આપી દીધા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત 100 વેન્ટિલેટર પણ રાજ્યસરકાર સુરત ને આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More