ઝી બ્યુરો/ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન રાજપીપલા ટાઉન હોલ ખાતે યોજાયું હતું. જેમાં મુખ્ય વક્તા પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચા અઘ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સાંસદ જશુભાઈ રાઠવા,નાંદોદના ધારાસભ્ય દો .દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ, પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
'આરામ કરો અથવા રિટાયર થઈ જાવ..', પાર્ટીમાં કામ ના કરતા નેતાઓને કડક શબ્દોમાં ચેતવણી..
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા આજે પણ આકરા પાણીએ હતા અને તેમને નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે મતદારો નારાજ હોઈ તો પણ ભાજપને જ મત આપે છે કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન કોણ અપાવશે, ભાજપ જ અપાવશે કોંગ્રેસ નહિ અપાવે. દેશને સન્માન બધા જાણે છે. બધાને સરકારી નોકરી આપી દેવાની એવી વાત નથી પણ બધા સમૃદ્ધ બને તે જોવાનું છે. મનસુખ વસાવાએ પોતાની જીવનની પુરાની યાદો પણ તાજી કરી કે 1984ની ભાજપમાં જીતવા માટે નહીં પણ ભાજપના ચિન્હ માટે ચૂંટણી લડ્યો હતો. મને તે સમયે 1200 મત મળ્યા હતા. 1989-90ની વિધાનસભાની ચૂંટણીમાં 1200 મતથી હારી પણ ગયો હતો.
પશ્ચિમ રેલ્વે ચલાવશે સ્પેશિયલ ઉનાળુ સ્પેશિયલ ટ્રેન; આ બે રૂટ પર દોડશે કુલ 20 ટ્રીપ્સ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવા કાર્યકર્તાઓએ જુના લોકોની જીવનગાથા યાદ રાખવી જોઈએ તેવું પણ તેઓએ જણાવ્યું હતું. વધુમાં મોદી સાહેબ યુવાનોને પ્રોજેકટ કરવામાં આવી રહ્યા છે અને પીઢ નેતાઓએ સમર્થન આપવાનું છે તેમ પણ જણાવ્યું. વળી વકફ બોર્ડ પર કોંગ્રેસનું સામ્રાજ્ય હતું અને ટ્રાઇબલ યુનિવર્સિટીમાં નીચેનું તંત્ર બરાબર નથી. મંત્રી કુબેર ડીંડૉરનું પણ ધ્યાન દોર્યું છે અને વાત કરી ટ્રાઇબલ યુનિવર્સિટીનો જે ફાયદો થવો જોઈએ એવો ફાયદો થતો નથી એમ પણ જણાવ્યું.
રત્ન કલાકારોના પીવાના પાણીમાં કોણે ભેળવ્યું ઝેર? શું બોલ્યા મંત્રી પ્રફુલ પાનસેરિયા?
ડેડીયાપાડામાં ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કુદાકુદ કરે છે ત્યારે આપ અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે એટલે બધાને ચેતવવા માટે આવ્યો છું અને ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવાથી કોઈ ડર નથી પણ ભાજપના કાર્યકર્તા જાગૃત કરવા માટે આવ્યો છું, ની વાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે