Home> Technology
Advertisement
Prev
Next

ન લાઇસન્સ, ન રજીસ્ટ્રેશન, 60 હજારમાં આવ્યું 80kmની રેન્જ સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર

ગ્રીવ્સ ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (GEML) એ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ Ampere (એમ્પીયર) ને ભારતમાં નવું Ampere Reo 80 સ્કૂટર ઉતાર્યું છે. તેની કિંમત 59990 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે.
 

ન લાઇસન્સ, ન રજીસ્ટ્રેશન, 60 હજારમાં આવ્યું 80kmની રેન્જ સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર

નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની માંગ સતત વધી રહી છે. બજારમાં દરેક બજેટ અને જરૂરીયાત પ્રમાણે વિકલ્પ મળી રહ્યાં છે. ગ્રીવ્સ મોબિલિટી લિમિટેડે માર્કેટમાં એક નવું સ્કૂટર ઉતાર્યું છે. તેની ડિલિવરી એપ્રિલ 2025થી શરૂ થઈ જશે. કંપની પ્રમાણે નવું સ્કૂટર લોન્ચ કરવાનો ઈરાદો દરેક ગલી અને શેરી સુધી ઈલેક્ટ્રિક સ્કૂટર પહોંચાડવાનો છે. આવો જાણીએ આ સ્કૂટરમાં તમને કયા-કયા ફીચર્સ જોવા મળશે.

fallbacks

નવા Ampere Reo 80 ના ટોપ ફીચર્સ
કલર LCD ક્લસ્ટર
સેફ LFP બેટરી
ફ્રંટ ડિસ્ક બ્રેક
કી લેસ એન્ટ્રી
ડ્યૂલ ટોન સ્પોર્ટી કલર્સ
સિંગલ ચાર્જમાં 80km ની રેન્જ
સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ
ન લાઇસન્સ, ન રજીસ્ટ્રેશન

આ પણ વાંચોઃ 1 રૂપિયામાં 1km દોડશે દેશનું પ્રથમ CNG સ્કૂટર, મળશે શાનદાર ફીચર્સ, જાણો કિંમત

નવું Ampere Reo 80 ઈલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા માટે તમારે ન લાઇસન્સની જરૂર પડશે ન રજીસ્ટ્રેશનની જરૂર પડશે, કારણ કે આ સ્કૂટરની ટોપ સ્પીડ 25kmph છે. આ સ્કૂટરનો ઉપયોગ તમે નજીકમાં આવવા-જા માટે કરી શકો છો. આ એક લો સ્પીડ ઈલેક્ટ્રિક સ્કૂટર છે. ફુલ ચાર્જમાં તે 80 કિમીની રેન્જ ઓફર કરે છે. ડિઝાઇનના મામલામાં પણ સ્કૂટર શાનદાર છે. તેની ડિઝાઇન સ્પોર્ટી છે અને ડ્યૂલ ટોન કલરમાં તે વધુ આકર્ષક છે.

તેની સીટ સોફ્ટ અને આરામદાયક છે. તેમાં સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ મળે છે. ખાસ વાત છે કે શાનદાર બ્રેકિંગ માટે તેના ફ્રંટમાં ડિસ્ક બ્રેકની સુવિધા મળે છે. તેમાં લાગેલી બેટરી સેફ છે. દરેક સીઝનમાં સ્કૂટર બ્રેક ડાઉન થવાની ફરિયાદ રહેશે નહીં. તમે નાની-મોટી જરૂરીયાત માટે તેનો ઉપયોગ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More