Home> Gujarat
Advertisement
Prev
Next

કરોડોની યોજના ઉનાળામાં લાચાર: સુરતના 50 ગામોમાં પીવાના પાણી માટે વલખાં

સુરત જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીનો કકળાટ ચારે દિશામાંથી આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે.

કરોડોની યોજના ઉનાળામાં લાચાર: સુરતના 50 ગામોમાં પીવાના પાણી માટે વલખાં

કિરણસિંહ ગોહિલ, સુરત: સમગ્ર રાજ્યમાં પીવાના પાણીનું જળ સકંટ ઉભું થયું છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના 50 ગામો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. જો કે, 2006માં કરોડો રૂપિયાના ખર્ચે બોરસદ દેગડીયા પાણી પુરવઠા જૂથ યોજના કાર્યરત કરાઈ હતી. પરંતુ આ યોજના પાછળ કરોડો રૂપિયાનું આંધણ પછી પણ ટ્રાયબલ તાલુકાના ગામો ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવા મજબુર બની જાય છે.

fallbacks

વધુમાં વાંચો: સ્પેશિયલ 26: ક્રેડિટ કાર્ડના નામે લૂંટતી દિલ્હીની ગેંગ, સાઇબર ક્રાઇમના હાથે ઝડપાઇ

સુરત જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીનો કકળાટ ચારે દિશામાંથી આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે. એક તરફ રાજ્ય સરકાર વિવિધ યોજના હેઠળ ગામેગામ હેન્ડપંપ, અંદર ગ્રાઉન્ડ ટાંકી, શ્રમ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા વિવિધ યોજના પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા પછી પણ ટ્રાયબલ તાલુકાના અસંખ્ય ગામોમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે.

વધુમાં વાંચો: ઓનલાઇન નોકરી શોધવામાં યુવક લૂંટાયો, સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા 2005-06માં સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના માંડવી, ઉમરપાડા, માંગરોળ જેવા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે બોરસદ દેગડીયા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળબે ભાગમાં યોજનાનું અમલ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ભાગમાં માંડવીમાં 23, માંગરોળમાં 23 અને ઉમરપાડામાં 2 ગામો મળી 48 ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું

વધુમાં વાંચો: સીએમ રૂપાણી આજે સરહદી વિસ્તાર કચ્છના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

આ યોજના માથાદીઠ રોજ 60 લીટર પાણી મળી રહે. સાથે આ યોજના 2034 સુધી પાણી પહોંચાડવાની વાત હતી. 24 કરોડથી વધુના ખર્ચ પછી પણ આ યોજના ઉનાળામાં લાચાર બની જાય છે. કેમકે ઉનાળામાં પાણીના સ્તર નીચે જતા હેન્ડપંપ શોભાના ગાંઠિયા સમાન બની જાય છે. તળાવો સુકાઈ જાય છે. હાલમાં પણ 48 ગામોમાંથી માંડ 10થી 12 ગામોમાં પાણી પહોંચાડવામાં તંત્ર સફળ રહ્યું છે. બાકીના ગામો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.

વધુમાં વાંચો: મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચ્યો

માંડવી તાલુકાના બોરીગલા ગામ નજીક આવેલ કાકરાપાર નહેરમાંથી પાણી બોરસદ ગામના તળાવમાં લાવવામાં આવે છે. અને રતોલાં ગામે 9.43 એલ.એમ.ડી સમતાનાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી ફિલ્ટર કરી માંડવી તાલુકાના 23, માંગરોળના 23 અને ઉમરપાડા તાલુકાના 2 ગામ મળી 48 જેટલા ગામોમાં પાણી પહોંચાડવાની યોજના હતી.

વધુમાં વાંચો: દ્રારકા: શારદામઠ ખાતે આદિ શંકરાચાર્યજીની 2525મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ

જયારે બીજા ફેસમાં 18 ગામો જેમાં માંગરોળના વધુ પાંચ ગામો જેને શાહ ગામ નજીક મુખ્ય પાઇપલાઇનમાંથી પાણી પહોંચાડવાનું હતું. આ યોજના પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે ગામડાઓ સુધી પહોંચી શકી નથી. કરોડો રૂપિયા ક્યાં વપરાયા એના પાર સ્થાનિકો શંકા કરી રહ્યા છે.

વધુમાં વાંચો: દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાનને ગરમીથી બચાવવા રોજે રોજ નીત નવા પુષ્પોનો શ્રૃંગાર

માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાના 66 જેટલા ગામોમાં પીવાનું પાણી મળે એવા હેતુથી સરકારે આ યોજના 2005-06 કાર્યરત કરાવી હતી. પરંતુ આજે 14 વર્ષના વાણા વાયા પછી પણ આજે પણ ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પ્રજાના ટેક્ષના રૂપિયા સરકાર અને અધિકારીઓ ભવિસ્યનું આયોજન કાર્ય વગર પાણીની જેમ ઉડાવી રહ્યા છે. પરંતુ આ યોજના સફળ છે નિષ્ફળએ જાણવાની ફિકર આ સરકારે ક્યારે કરી નથી. આજે પણ સરકાર અધિકારીઓના વિશ્વાસે લખો, કરોડો રૂપિયા ખર્ચે છે વિવિધ યોજના પાછળ પણ આ યોજના બધી નિષ્ફળ યોજના બનીને રહી જાય છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More