Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! સિનિયર ક્લાર્ક ભરતીમાં એક ઉમેદવારને કેવી રીતે 210 માંથી 210 માર્કસ મળ્યા

Government Job Scam : સુરતની VNSGU હસ્તકની કોલેજમાં ભરતી કૌભાંડ થયાનો આરોપ... પૂર્વ કોર્પોરેટરના પુત્રને પરિક્ષામાં પુરેપુરા માર્ક્સ આપ્યા હોવાનો યુવરાજસિંહનો આરોપ... કહ્યું, ભ્રષ્ટાચારથી મળી છે નોકરી... 

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! સિનિયર ક્લાર્ક ભરતીમાં એક ઉમેદવારને કેવી રીતે 210 માંથી 210 માર્કસ મળ્યા

Gujarat Bharti Kaubhad : રાજ્યમાં વધુ એક ભરતીમાં કૌભાંડનો દાવો કરાયો છે. દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની કોલેજમાં ભરતી મામલે આરોપ ઉઠ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વન સેવા મહાવિદ્યાલય BRSમાં ભરતી કૌભાંડનો આરોપ મૂક્યો છે. જેમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં એક ઉમેદવારને કેવી રીતે પૂરા ગુણ મળ્યા તે સવાલ કરાયો. જયદીપસિંહ પરમારના પરિણામ પર યુવરાજસિંહ જાડેજાએ સવાલ ઉઠાવ્યા. જયદીપસિંહ પરમાર પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રસિંહના પુત્ર છે. જયદીપસિંહ પરમારે ભ્રષ્ટાચારથી નોકરી મેળવ્યાનો આરોપ મૂકાયો છે. 

fallbacks

યુવરાજસિંહનો સરકાર પર આક્ષેપ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તસવીરો સાથે કેટલાક પુરાવા રજૂ કર્યા છે. તેમણે આપેલી વિગતો અનુસાર, સિનિયર ક્લાર્કના પદ માટે 63 લોકોએ ઉમેદવારી કરી હતી જેમાં 32 હાજર રહ્યા હતા. જેમં OMR પદ્ધતિથી પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં જયદીપસિંહના તમામ જવાબો સાચા પડ્યા હતા. દાવો એવો કરવામાં આવ્યો છે કે, પેપરની જે આન્સર કી હતી તેમાં કેટલાક જવાબો ખોટા હતા, પરંતુ જયદીપસિંહે જે જવાબો ટીક કર્યા તેને સાચા ગણવામાં આવ્યા છે. આ સાથે જે કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ લેવાની હોય તે રદ કરવામાં આવતા શંકા વધુ ઘેરી બની છે. યુવરાજસિંહે આ ખુલાસો કરીને પુરાવાના આધારે તપાસની માંગ કરી છે. 

ભરતીમાં ઉમેદવારને 210 માંથી 210 માર્ક 
ભરતી કૌભાંડ મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ ધરમપુરના કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના પુત્રએ ભ્રષ્ટાચારથી નોકરી મેળવી હોવાનો આક્ષેપ કર્યો. દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી હસ્તકની કોલેજમાં ભરતીને લઈ ગંભીર આક્ષેપ કર્યા. વન સેવા મહાવિદ્યાલય બી આર એસ કોલેજમાં ભરતી પર આક્ષેપ કરાયા. જેમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં ઉમેદવારને 210 માંથી 210 માર્ક મળ્યા છે. કુલ 63 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં 32 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 

યુવરાજ સિંહે કહ્યું કે, અમે અને આમરી ટીમ દ્વારા વિષ્લેષણ કરતા જાણવા મળ્યું કે, બેઠક ક્રમાંક S-0041 નાં ઉમેદવાર પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ નામના હોનહાર ઉમેદવારને આન્સર કી પ્રમાણે 210 / 210 ગુણ પ્રાપ્ત થાય છે.  અજીબ વાત તો એ છે કે “આન્સર કી પ્રમાણે” ઉમેદવારનાં બધાં જ 210 પ્રશ્નો સાચા પડે છે. ચોકવાનારું એ પણ છે કે આન્સર-કી માં અમુક પ્રશ્નોના જવાબ / વિકલ્પમાં ભુલ છે તો તે ઉમેદવારના જવાબ કે વિકલ્પ તેમાં પણ આન્સર કી પ્રમાણે જ જવાબ આપેલ છે. આ કોઈ સ્કૂલ કે કોલેજની પરીક્ષા  નથી કે જેમાં એક જ પુસ્તક માથી બધા જ પ્રશ્નો પૂછાય, આ સ્પર્ધાત્મક પરીક્ષા છે જેમાં વિશ્વના કોઈપણ ખૂણેથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો પણ આ ભાઈને 210/210 ગુણ પ્રાપ્રત થાય છે. એટલે પૂરા ગુણ મેળવનાર ઉમેદવારને વર્તમાન આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહેવામાં કંઈ જ ખોટું નથી. અમુક પ્રશ્નો તો એટલા સરળ કે ધોરણ 6 થી 8 નાં પાઠ્યપુસ્તક માંથી હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પેપર સેટર દ્વારા રજૂ કરેલ આન્સર કી માં પણ તેના જવાબ ખોટા આપવામાં આવેલ અને ઉમેદવારે પણ તે જ જવાબ ટિક કરેલ હતા ! આ કેવો સંયોગ?

યુવરાજે આક્ષેપો કર્યા કે, કેટલીક વાત ઉપરથી એવું લાગે છે કે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ખુદ પેપરસેટર છે અથવા આન્સર-કી સેટર છે. અથવા તો જયદિપસિંહ પરમારનો પેપરસેટર કે આન્સર-કી સેટરની માનસિકતા અને પરિવાર સાથે ખૂબ નજીકનો ઘરોબો છે. પણ એવું કેમ બને કે આટલો ટેલેન્ટેડ વ્યક્તિ OMR નાં સીટ નંબર ભરવામાં ભૂલ કરે અને અને નિરિક્ષક દ્વારા બીજી OMR સીટ આપવામાં આવે. અમે છેલ્લા 5 વર્ષના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ રિઝલ્ટ તપાસ્યા. આટલો હોનહાર અને હુંશિયાર ઉમેદવારે ક્યારેક અન્ય પરીક્ષા તો પાસ કરી જ હશે! અમે UPSC, GPSC, ગૌણસેવા, પંચાયત સેવા પસંદગી, GPRB, પંચાયત ભરતી જેવી અનેક પરીક્ષાઓના પરિણામની PDF ફંફોડી વળ્યા, પરંતુ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમારનું નામ ક્યાંય જોવા જ ન મળ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More