Home> Gujarat
Advertisement
Prev
Next

PICS સુરત: નજીવી બાબતે ધોરણ 12ના વિદ્યાર્થી પર ચપ્પાથી જીવલેણ હુમલો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે એક વિદ્યાર્થીને ચાકૂ મારવાની ઘટના ઘટતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ.

PICS સુરત: નજીવી બાબતે ધોરણ 12ના વિદ્યાર્થી પર ચપ્પાથી જીવલેણ હુમલો

ચેતન પટેલ, સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે એક વિદ્યાર્થીને ચાકૂ મારવાની ઘટના ઘટતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ. નજીવી બોલાચાલી થતા વિદ્યાર્થીને ચપ્પુ મારવામાં આવ્યું હતું. પોલીસે બે યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 

fallbacks

fallbacks

મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી સાંજે એક વિદ્યાર્થી પણ જીવલેણ હુમલો કરાયો. વિદ્યાર્થી વિસ્તારની આદર્શ વિંદ વિદ્યાલયના ધોરણ 12માં અભ્યાસ કરે છે. સાવ નજીવી બાબતે વિદ્યાર્થીને બોલાચાલી થતા તેને ચપ્પુ મારી દેવાયું. અત્રે જણાવવાનું કે આવી જ રીતે વડોદરાની ભારતી શાળામાં પણ જૂન મહિનામાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના ઘટી હતી. જેમાં વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. 

fallbacks

મૃતક વિદ્યાર્થીનો ધોરણ 10ના કોઈ વિદ્યાર્થી સાથે ઝગડો થયો હોવાનું કહેવાયું હતું. શાળાના બાથરૂમમાં ચાકૂના ઘા મારેલો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા હાહાકાર મચ્યો હતો. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More