Home> India
Advertisement
Prev
Next

હું કોણ છું? તમને મારી તાકાતનો અહેસાસ નથી? ધારાસભ્યની પ્રાંતને ધમકી, જુઓ VIDEO

ભાજપના ધારાસભ્યનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે મહિલા પ્રાંત અધિકારીને જાહેરમાં ધમકી આપતા દેખાય છે અને પોતાની શક્તિનો અહેસાસ નથી એવું કહીને પ્રાંત અધિકારી પર પોતાનો રોફ જમાવતા દેખાય છે. 

હું કોણ છું? તમને મારી તાકાતનો અહેસાસ નથી? ધારાસભ્યની પ્રાંતને ધમકી, જુઓ VIDEO

નવી દિલ્હી : રાજકીય નેતાઓ દ્વારા અધિકારીઓને ધમકી આપવાના કિસ્સા ઘણીવાર ઘટનાઓ બનતી હોય છે પરંતુ આવી ઘટના કેમેરામાં બહુ ઓછી કેદ થતી હોય છે. મહિલા પ્રાંત અધિકારીને જાહેરમાં ભાજપના ધારાસભ્ય દ્વારા ધમકી આપતો વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પોતાની શક્તિનો રોફ જમાવતા સ્પષ્ટ દેખાય છે. 

fallbacks

ઉત્તરપ્રદેશના ફતેહપુર સીકરીના ધારાસભ્ય ચૌધરી ઉદયભાણ સિંહે કિરાવલી એસડીએમ ગરિમાને ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. વાસ્તવમાં કિરાવલી તાલુકામાં ખેડૂતો પોતાની માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના આ ધારાસભ્ય ચૌધરી ઉદયભાણ સિંહ ખેડૂતો સાથે વાત કરવા માટે પ્રદર્શન સ્થળે આવ્યા અને એકાએક અહીં હાજર પ્રાંત અધિકારી પર ભડકી ઉઠ્યા. 

ખેતી નિષ્ફળ જતાં વળતરની માંગ લઇને ખેડૂતો વિરોધ પ્રદર્શન માટે કિરાવલી તાલુકા મથકે સરકારી કચેરીનો ઘેરાવ કરવા માટે આવ્યા હતા. જ્યાં ઉશ્કેરાયેલા ખેડૂતોએ ભાજપના ધારાસભ્ય ઉદયભાણ સિંહને અહીં ઘેરી લીધા અને સુત્રોચ્ચાર કરવા શરૂ કરી દીધા. આ શોરબકોર સાંભળી એસડીએમ ગરિમા સિંહ પોતાની કચેરીમાંથી બહાર આવ્યા અને ખેડૂતોને શાંત કરવા પ્રયાસ કરી રહ્યા હતા એવામાં ધારાસભ્ય એકાએક એમની પર ભડકી ઉઠ્યા. 

વાયરલ વીડિયોમાં ધારાસભ્ય ઉદયભાણ સિંહ એસડીએમને જાહેરમાં ખુલ્લેઆમ ધમકાવી રહ્યા છે. તે કહી રહ્યા છે કે, તને મારી તાકાતનો અહેસાસ નથી કે શું? જોકે એસડીએમ ચૂપચાપ સાંભળી રહ્યા. ભાજપના આ ધારાસભ્ય તો ટોળું જોઇ જાણે પોતાનો રોફ જમાવવા એસડીએમને કહેવા લાગ્યા કે, નથી ખબર કે હું ધારાસભ્ય છું, મારી સાથે આ રીતે વાત થશે? મારી તાકાતનો અહેસાસ નથી ? લોકતંત્રની તાકાતનો અહેસાસ નથી? 

ધારાસભ્ય આટેલથી પણ ન અટક્યા અને વધુ રોફ જમાવતા રહ્યા. મહિલા પ્રાંત અધિકારી ચૂપચાપ બધુ સાંભળતા રહ્યા આ દરમિયાન ધારાસભ્યના સમર્થકોએ એસડીએમ મુર્દાબાદના સુત્રોચ્ચાર પણ કર્યા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More