જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :મોબાઈલના રવાડે ચઢી ગયેલા વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે સંસ્કાર ભૂલતા જઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ હવે વર્ગખંડમાં જ એવી હરકતો પર ઉતરી આવ્યા છે કે, જોનારા પણ શરમાઈ જાય. વર્ગખંડમાં ચુંબન કરતો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો છે. પંચમહાલની મોરવા હડફની સ્કૂલનો વીડિયો સામે આવતા જ વાલીઓ તથા શિક્ષકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
30 સેકન્ડ સુધી કિસ કરી
પંચમહાલની મોરવા હડફની સ્કૂલની છેલ્લી બેન્ચ પર બેસીને વિદ્યાર્થી અને વિદ્યાર્થીની દ્વારા જે હરકત કરવામાં આવી છે તે ચોંકાવનારી છે. ધોરણ-12ના વિદ્યાર્થીઓએ જાહેરમાં તમામ વિદ્યાર્થીઓની સામે ચુંબન કર્યું હતું. તેમજ આ ચુંબનનો વીડિયો અન્ય વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. એટલું જ નહિ, કેટલાક વિદ્યાર્થીઓ પ્રોત્સાહન પણ આપી રહ્યાં હતા. ‘ભાઈ ગોઠવાઈ ગયા છે,, હજુ હજુ.... 15 સેકન્ડ જ થઈ છે,... 17... 18... 20.... 21..... ’ તો ક્લાસમાં બેસેલા અન્ય વિદ્યાર્થીઓ ખીખીયાટા કરી રહ્યાં છે. તો કેટલાક વિદ્યાર્થીઓ આ સીન જોઈ શરમમાં મૂકાયા હતા. આમ, વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓ પણ આ જોઈને ડઘાઈ ગયા હાત. સતત 30 સેકન્ડ સુધી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ચુંબન કર્યું હતું, જે વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.
પ્રિન્સીપાલે કહ્યું, કડક પગલા લઈશું
આ મામલો સામે આવતા જ પ્રિન્સીપાલે તાત્કાલિક પગલા લીધા હતા. તેઓએ તાત્કાલિક વાલી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. આ વીડિયો અંગે પ્રિન્સીપાલ અશ્વિન પટેલે જણાવ્યું કે, 1995માં આ જૂનામાં જૂની સ્કૂલ ચાલે છે. અત્યાર સુધી આવું જ કંઈ બન્યું ન હતું. આ ઘટનાને અમે વખોડીએ છીએ. વિદ્યાર્થીઓના નિવેદન લઈશું. સ્ટાફના નિવેદન આજે લીધુ છે. આજે મેં વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા, જેમાંથી એક વિદ્યાર્થી આવ્યો હતો. સોમવારે વાલી તથા અન્ય વિદ્યાર્થીઓને બોલાવીશું. રિશેષના સમયે જે કૃત્ય કર્યું તેમાં અમે કાર્યવાહી કરીશું. તેમજ પ્રિન્સીપાસે પણ સ્વીકાર્યું બીજા વિદ્યાર્થીઓ આવુ કરતા અચકાય તેવા પગલા ભરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે