Home> Sports
Advertisement
Prev
Next

લાઇવ મેચ દરમિયાન બેન સ્ટોક્સ થયો ગુસ્સે, ફેન્સને આપી ગાળ

બેન સ્ટોક્સ બે રન પર આઉટ થયા બાદ નિરાશ થઈને ડ્રેસિંગ રૂમ તરફ આવતો હતો, પરંતુ ત્યારે એક દર્શકે બેન સ્ટોક્સને કંઇ કહ્યું ત્યારબાદ ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડપે પોતાનો પિતો ગુમાવ્યો અને તેણે આ પ્રશંસકને ગાળ આપી હતી. 
 

લાઇવ મેચ દરમિયાન બેન સ્ટોક્સ થયો ગુસ્સે, ફેન્સને આપી ગાળ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો છે. સ્ટોક્સે જોગનિસબર્ગમાં લાઇવ મેચ દરમિયાન દર્શકો માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. 

fallbacks

ઈંગ્લેન્ડ અને આફ્રિકા વચ્ચે જોહનિસબર્ગમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેન સ્ટોક્સ માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. 

બેન સ્ટોક્સ બે રન પર આઉટ થયા બાદ નિરાશ થઈને ડ્રેસિંગ રૂમ તરફ આવતો હતો, પરંતુ ત્યારે એક દર્શકે બેન સ્ટોક્સને કંઇ કહ્યું ત્યારબાદ ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડપે પોતાનો પિતો ગુમાવ્યો અને તેણે આ પ્રશંસકને ગાળ આપી હતી. 

હકીકતમાં, દર્શકે બેન સ્ટોક્સની તુલના પોપ સિંગર એડ શીરન સાથએ કરી, જેના પર તે ભડકી ગયો અને તેણે ગુસ્સામાં પ્રશંસકને કહ્યું, 'જે પણ કહેવું છે મેદાનની બહાર મારી પાસે આવ.....'

મેચના લાઇવ બ્રોડકાસ્ટ દરમિયાન બેન સ્ટોક્સની વાતને વિશ્વએ સાંભળી. ત્યારબાદ સ્ટોક્સે ટ્વીટર પર પોતાના વર્તન માટે માફી માગી લીધી છે. 

સ્ટોક્સે લખ્યું, 'હું મારી અભદ્ર ભાષા માટે માફી માગુ છું, જેને લાઇવ બ્રોડકાસ્ટ પર બધાએ સાંભળી. જ્યારે હું આઉટ થઈને પરત આવી રહ્યો હતો તો દર્શકો તરફથી મારા માટે ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.'

સ્ટોક્સે લખ્યું, 'હું જાણું છું કે મેં જે રીતે રિએક્શન આપ્યું, તે અનપ્રોફેશનલ હતું અને હું તેના માટે માફી માગુ છું. હું મારી ભાષા માટે વિશ્વ ભરના યુવા ફેન્સની માફી માગુ છું, જે લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન જોઈ રહ્યાં હતા.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More