Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની એટલી ખરાબ અસર, સમગ્ર આદિવાસી સમાજમાં ચિંતા ફેલાઇ

જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી છે, ગ્લોબલ વોર્મિંગને લઈ ફાગણ માસમાં ખીલતા કેસુડાના ફૂલો ભર શિયાળે ખીલી ઉઠ્યા છે. જેમ જેમ આપણે ટેકનોલોજી તરફ આગળ વધી રહયા છે, તેમ તેમ ગ્લોબલ વોર્મિંગની અસર પણ વધી રહી છે. નૈસર્ગીક વાતાવરણમાં તેની અસર વર્તાઈ રહી છે,ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ છોટાઉદેપુર જિલ્લામાં ભર શિયાળે કેસુડાના ફૂલ ખીલી ઉઠ્યા છે. છોટાઉદેપુરે આદિવાસી વિસ્તાર હોવાની સાથે જીલામાં મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે. 

ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની એટલી ખરાબ અસર, સમગ્ર આદિવાસી સમાજમાં ચિંતા ફેલાઇ

છોટાઉદેપુર : જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી છે, ગ્લોબલ વોર્મિંગને લઈ ફાગણ માસમાં ખીલતા કેસુડાના ફૂલો ભર શિયાળે ખીલી ઉઠ્યા છે. જેમ જેમ આપણે ટેકનોલોજી તરફ આગળ વધી રહયા છે, તેમ તેમ ગ્લોબલ વોર્મિંગની અસર પણ વધી રહી છે. નૈસર્ગીક વાતાવરણમાં તેની અસર વર્તાઈ રહી છે,ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ છોટાઉદેપુર જિલ્લામાં ભર શિયાળે કેસુડાના ફૂલ ખીલી ઉઠ્યા છે. છોટાઉદેપુરે આદિવાસી વિસ્તાર હોવાની સાથે જીલામાં મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે. 

fallbacks

આવું તે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર થતું હશે! ખેડૂતો યુનિવર્સિટી મુદ્દે રણે ચડ્યાં...

અહીંના જંગલોમાં ખાખરાના વૃક્ષો મોટા પ્રમાણમાં આવેલા છે. સામાન્ય રીતે ખાખરાના વૃક્ષ ઉપર કેસુડો ખીલે એટલે આદિવાસીઓ સમજી જાય કે હવે હોળી નજીક આવી ગઈ છે. ફાગણ મહિનો બેસી ગયો છે,પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ હવે કેટલાક વૃક્ષો ઉપર ભર શિયાળે કેસુડો ખીલી ઉઠ્યો છે. છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામમાં ખાખરાના એક વૃક્ષ ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી ભર શિયાળે જાન્યુઆરી મહિનામાં જ કેસુડાના ફૂલ ખીલી ઉઠે છે. વન અને પર્યાવરણના જાણકારોનું કહેવું છે કે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ નૈસર્ગીક સંપત્તિ ઉપર ગોલબલ વોર્મિંગ ની અસર વધતી જોવા મળી રહી છે. 

ચમત્કાર જેવી ઘટના, માત્ર 75 મિનીટમાં વૃદ્ધના હાથ કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું

અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મિંગની અસર ન માત્ર વૃક્ષો પરંતુ હવામાન અને માનવ જીવન પણ મોટા પ્રમાણમાં પડી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે હવામાન પણ ખુબ જ ગડબડવાળુ જોવા મળ્યું છે. ભર શિયાળે વરસાદ જોવા મળ્યો હતો. તો ચોમાસામાં પણ ખુબ જ ઠંડી જોવા મળી હતી. આ ઉપરાંત ઉનાળામાં પણ વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાતનું વાતાવરણ ચાલુ વર્ષે ખુબ જ ડામાડોળ રહ્યું હતું. જેના કારણે હાલ આંબા પર મોર નહોતા આવ્યા તો ક્યાંય કેસુડાના ફુલ પણ વ્હેલા ખીલી ઉઠ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More