Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ઉનાળા વેકેશનની જાહેરાત: સત્તાવાર પરિપત્ર જાહેર, જાણો ક્યારથી શાળાઓમાં પડશે રજા

Summer vacation: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામા ઉનાળું વેકેશનની જાહેરાત કરી દીધી છે. આ વખતે બાળકોને એક મહિનાનું વેકેશન જાહેર કરતા બાળકો ઉત્સાહિત થઈ ગયા હતા.

ગુજરાતમાં ઉનાળા વેકેશનની જાહેરાત: સત્તાવાર પરિપત્ર જાહેર, જાણો ક્યારથી શાળાઓમાં પડશે રજા

Summer vacation: ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન 35 દિવસનું ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે. જેથી હવે નવું શૈક્ષણિક સત્ર 5 જૂનથી શરૂ થશે. 1 મેથી 4 જૂન સુધી 35 દિવસ દરમિયાન ઉનાળુ વેકેશન રહેશે.

fallbacks

fallbacks

શિક્ષણ વિભાગે સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરી ઉનાળુ વેકેશન અને નવા સત્રની તારીખ જાહેર કરી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજને ઉનાળુ વેકેશન અને નવા સત્રની તારીખ લાગુ પડશે. પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓમાં બાળકોના વેકેશનની તારીખ એક સરખી રાખવા અંગે DEO અને DPEO ને સંકલન કરવા આદેશ કરાયો છે.

પ્રાથમિક શિણક્ષ નિયામક દ્વારા તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને ઉનાળું વેકેશનને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી તા. 1 મે થી 4 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. ત્યારે આગામી 5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થઈ જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More