Home> India
Advertisement
Prev
Next

જમાઈ નીકળ્યો સાવ નગુણો...જે સસરાએ પોલીસની નોકરી લાયક બનાવ્યો, તેને જ કર્યો દગો

આડાસંબંધો અનેક પરિવારોને વેરવિખેર કરી નાખે છે. બે બાળકોની માતા પાછળ લટ્ટુ થયેલા આ યુવકનો કિસ્સો એટલો ચોંકાવનારો છે જેના વિશે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. 

જમાઈ નીકળ્યો સાવ નગુણો...જે સસરાએ પોલીસની નોકરી લાયક બનાવ્યો, તેને જ કર્યો દગો

Sasur Damaad Bihar News: ભાગલપુરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જેમાં બેરોજગાર જમાઈને સસરાએ પોતાના ખર્ચે ભણાવી ગણાવીને એવો કાબિલ બનાવ્યો કે સારી નોકરી મળી પણ આ જ જમાઈ તેમની દીકરી એટલે કે તેની પત્ની અને બાળકોને છોડીને એક પરણિત મહિલા પાછળ લટ્ટું થઈ ગયો. વાત જાણે એમ છે કે ભાગલપુરના નાથનગર ક્ષેત્રના પુરાની સરાય નિવાસી ચંદ્રકલા દેવીના લગ્ન વર્ષ 2013માં કંપની બાગના ગોપાલકુમાર મંડલ સાથે થયા હતા. ગોપાલ મંડલની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે ચંદ્રકલા દેવીની સાથે સાસરામાં જ રહેવા લાગ્યા. આ દરમિયાન સસરા રાધારમન મંડલે તેમના પૈસે જમાઈ ગોપાલ મંડલને ભણાવ્યો અને ત્યારબાદ ગોપાલ મંડલની બિહાર પોલીસમાં નોકરી લાગી. 

fallbacks

સસરાએ ભણાવી ગણાવીને પોલીસકર્મી બનાવ્યો
નોકરી લાગતા જ ગોપાલ મંડલ પત્નીને છોડીને સાસરે આવવા જવાનું બંધ કરી દીધુ અને બીજા લગ્ન કરવાની ધમકી આપવા લાગ્યો. ચંદ્રકલા દેવીનું માનીએ તો લગ્નના કેટલાક વર્ષો સુધી બધુ બરાબર ચાલ્યું પરંતુ આ બધા વચ્ચે ગોપાલ મંડલનું ભાગલપુરના ભતૌડિયા રહીશ બે બાળકોની માતા વીણા દેવી સાથે પ્રેમ સંબંધ ચાલવા લાગ્યો. જેને લઈને ગામમાં પંચાયતી પણ થયું. આ સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાયો. ત્યારબાદથી ગોપાલ મંડલે પત્ની ચંદ્રકલા દેવી સાથે રહેવાની વાત કરી હતી પરંતુ ડ્યૂટી જવાનું બહાનું કરીને ગોપાલ મંડલ પ્રેમિકા વીણા દેવીને ચોરી છૂપે મળતો રહ્યો. 

પહેલી પત્નીને છોડીને બીજી મહિલા પાસે ગયો
ચંદ્રકલા દેવી જ્યારે પણ તેનો વિરોધ કરતી તો ગોપાલ મંડલ મારપીટ કરતો હતો. હવે ગોપાલ મંડલ પત્ની ચંદ્રકલાને છોડીને બે બાળકોની માતા પ્રેમિકા વીણા દેવી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. ત્યારબાદ ચંદ્રકલા ભાગલપુરના પોલીસ કેપ્ટન આનંદકુમાર પાસે ન્યાય માટે પહોંચી. આ મામલે ભાગલપુરના એસએસપી આનંદકુમારે જણાવ્યું કે આ મામલો સામે આવ્યો છે. ચંદ્રકલા દેવી પાસેથી અરજી મળી છે અને કોર્ટમાં કેસ ચાલે છે. પીડિતાને વકીલના માધ્યમથી કોર્ટને સૂચિત કરવાનું કહેવાયું છે. અમે લોકો પણ અમારા માધ્યમથી કેસની તપાસ કરીશું. અત્રે જણાવવાનું કે ચંદ્રકલા દેવીને એક પાંચ વર્ષની પુત્રી છે. પતિ ગોપાલ મંડલ હાલ ઔરંગાબાદ પોલીસ લાઈનમાં સિપાઈ તરીકે કામ કરે છે. 

(રિપોર્ટ- શૈલેન્દ્ર સિંહ ઠાકુર)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More