Home> Gujarat
Advertisement
Prev
Next

જે પોતે ઝેર પીને મરવાનો હતો, તેણે કારખાનાના ફિલ્ટરમાં ઝેર ભેળવી દીધું, રત્ન કલાકારોને ઝેર આપવાના કેસમાં મોટો ખુલાસો

Diamond Workers Poisoned : સુરતમાં 118 રત્નકલાકારની હત્યાનો પ્રયાસ કરનારો ઝડપાયો.. મેનેજરનો ભાણેજ જ આરોપી, 10 લાખનું દેવું થતાં આત્મહત્યા માટે સેલ્ફોસ લીધી, પણ પીવાની હિંમત ન થતાં ફિલ્ટરમાં નાંખી દીધી
 

જે પોતે ઝેર પીને મરવાનો હતો, તેણે કારખાનાના ફિલ્ટરમાં ઝેર ભેળવી દીધું, રત્ન કલાકારોને ઝેર આપવાના કેસમાં મોટો ખુલાસો

Surat News : સુરતમાં 118 રત્ન કલાકારોના પાણીમાં ઝેર ઘોળવાના કિસ્સામાં કાપોદ્રા પોલીસને મળી મોટી સફળતા મળી છે. આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મેનેજરનો ભાણિયો જ નીકળ્યો છે. એટલું જ નહિ, દેવું વધી જતા આરોપી જે ઝેર પોતે પીવાનો હતો, તેને કંપનીના ફિલ્ટરમાં નાંખી દીધું હતું. 

fallbacks

આરોપી નિકુંજ મેનેજરનો ભાણિયો
118 રત્ન કલાકારો ઝેરી પાણી પીવાની ઘટનામાં આરોપીની ધરપકડ થઈ છે. કાપોદ્રા પોલીસે આરોપીના મોબાઈલ ડેટાના આધારે આરોપી નિકુંજ સુધી પહોંચી હતી. પૂછપરછમાં વધુ ખુલાસો થયો કે, આરોપી નિકુંજ દ્વારા 12 દિવસ પહેલા દવા માટે મેડિકલના રૂપિયા ચુકવણી કરી કનેક્શન પોલીસને સફળતા સુધી લઈ ગઈ હતી. સરથાણા વિસ્તારમાં આવેલ મેડિકલ દુકાનના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં આરોપી નિકુંજ સેલફોસની દવા લેતા નજરે પડ્યો હતો. 

લોન ચૂકવી ન શક્તા આપઘાતનો વિચાર કર્યો 
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, નિકુંજ કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો. આરોપી નિકુંજના મામા ફેક્ટરીમાં મેનેજર છે અને તે પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો. તે આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. નિકુંજે પોતાના મિત્ર પાસેથી ₹8,00,000 ગીરવે લીધા હતા. પરંતું લોન ચૂકવી ન શક્તા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. 

સાળંગપુરથી સીધી તસવીરો, હનુમાન જયંતીએ દર્શન માટે ભક્તોની ભીડ, હજારો દીવડાથી ઝળહળશે દાદાનું ધામ

મોતનો વિચાર કર્યો, પણ હિંમત ન થઈ
મોત માટે તેણે સવારે દુકાનમાંથી ઝેરી દવા લીધી હતી. ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. લોકોની અવરજવરથી તે ભયભીત થઈ ગયો અને ઝેરનો પાઉચ ફિલ્ટરમાં નાખી દીધો જેથી કોઈને ખબર ન પડે. 

બીજી તરફ જાણવા મળ્યું કે, નિકુંજ વૈભવી લાઈફ સ્ટાઈલ જીવી રહ્યો હતો. જેના માટે તેણે ઉધારમાં આઠ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શક્વાની સ્થિતિમાં નહોતો. નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના નેતાઓમાં ફફડાટ, હાંકી કાઢવાના નેતાઓનું લિસ્ટ તૈયાર, સાઈડલાઈન કે સસ્પેન્શન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More