ભારતીય મૂળના આંતરપ્રિન્યોર અને ક્લીન વોટર સ્ટાર્ટઅપ ગ્રેડિએન્ટના સહસંસ્થાપક તથા સીઈઓ અનુરાગ બાજપેયી એક હાઈપ્રોફાઈલ લક્ઝરી વેશ્યાલય કાંડમાં ફસાયા છે. અમેરિકાના બોસ્ટનમાં ઘટેલી આ સનસનીખેઝ ઘટનાએ કોર્પોરેટ જગતને હચમચાવી નાખ્યું છે. ન્યૂયોર્ક પોસ્ટ અને વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ બાજપેયી એ 30થી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ છે જેમના નામ બોસ્ટન ક્ષેત્રના કોર્ટ દસ્તાવેજોમાં સામે આવ્યા છે. આ લોકો પર આરોપ છે કે તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની પાસે લક્ઝરી એપાર્ટમેન્ટમાં સંચાલિત એક વેશ્યાલયમાં સેક્સ સર્વિસીસ માટે પ્રતિ કલાક સેંકડો ડોલર (લગભગ 50,000 રૂપિયા)ની ચૂકવણી કરી.
કઈ રીતે થયો ખુલાસો
આ મામલો નવેમ્બર 2023માં એ સમયે સામે આવ્યો જ્યારે અમેરિકી અધિકારીઓએ બોસ્ટન અને તેની આજુબાજુના વિસ્તારોમાં એક ગુપ્ત અને સ્પેશિયલ વેશ્યાલય નેટવર્કનો પર્દાફાશ કર્યો. આ નેટવર્કનું સંચાલન કેમ્બ્રિજ, વોટરટાઉન, ડેડહમ અને પૂર્વ વર્જિનિયામાં હાઈ-એન્ડ એપાર્ટમેન્ટ્સથી થતું હતું. પૂર્વ અમેરિકી એટોર્ની જોશુઆ લેવીએ એ સમયે કહ્યું હતું કે, આ કોમર્શિયલ સેક્સ રિંગ ગોપનિયતા અને વિશિષ્ટતા પર આધારિત હતું જે ધનાઢ્ય અને પ્રભાવશાળી ગ્રાહકોને સેવાઓ આપતું હતું.
અનુરાગ બાજપેયી પર આરોપ છે કે તેમણે આ વેશ્યાલયમાં અનેકવાર સેવાઓ લીધી અને પ્રતિ કલાક 600 ડોલર (આશરે 51,625 રૂપિયા) સુધીના પૈસા ચૂકવ્યા. કોર્ટ દસ્તાવેજો મુજબ ગ્રાહકોમાં ડોક્ટર, વકીલ, કોર્પોરેટ ઓફિસરો, સરકારી કોન્ટ્રાક્ટરો, પબ્લિક ઓફિસર્સ સામેલ હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે આ રિંગમાં સામેલ મોટાભાગની મહિલાઓ એશિયન મૂળની હતી અને અનેક મામલાઓમાં સેક્સ તસ્કરીનો ભોગ બનેલી હતી. પોલીસે કહ્યું કે આ રેકેટમાં સામેલ પુરુષોએ મુખ્યત્વે એશિયન મહિલાઓ સાથે સેક્સ માટે પ્રતિ કલાક 600 ડોલર સુધીની રકમ ચૂકવી.
અનુરાગ બાજપેયીની પ્રોફાઈલ
અનુરાગ બાજપેયી એક પ્રતિષ્ઠિત એન્જિનિયર અને આંતરપ્રિન્યોર છે જેમણે પોતાનું શિક્ષણ લખનઉના લા માર્ટિનિયર કોલેજથી લીધુ. તેમણે 2006માં યુનિવર્સિટી ઓફ મિસૌરી-કોલંબિયાથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી લીધી. ત્યારબાદ તેમણે મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)થી 2008માં માસ્ટર ડિગ્રી અને 2012માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી પૂરું કર્યું. તેમનું ડોક્ટરેટ રિસર્ચ ઈન્ડસ્ટ્રિયલ ડિસૈલિનૈશન અને વોટર ટ્રીટમેન્ટ પર કેન્દ્રીત હતું. જેને સાયન્ટિફિક અમેરિકને પોતાની 'ટોપ 10 વર્લ્ડ ચેન્જિંગ આઈડિયાઝ' સૂચિમાં સામેલ કર્યો.
બાજપેયીએ 2013માં MIT સ્પિનઆઉટ સ્વરૂપે ગ્રેડિએન્ટની સ્થાપના કરી જે આજે 1 બિલિયન ડોલરથી વધુ કિંમતની કંપની છે. તેમના નેતૃત્વમાં ગ્રેડિએન્ટે સેમીકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, ખનન અને ખાદ્ય તથા પીણા ઉદ્યોગો માટે જળ ઉપચાર સમાધાન પ્રદાન કરતા 25થી વધુ દેશોમાં પોતાની હાજરી નોંધાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે