Surat News : સુરતમાં 15 દિવસના ગાળામાં વધુ એક મોડલે આપઘાત કર્યો છે. સુરતમાં 15 દિવસમાં મોડલના આપઘાતનો આ બીજો કિસ્સો છે. 23 વર્ષીય અંજલી વરમોરા નામની મોડેલે આપઘાત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 23 વર્ષીય અંજલી વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી મોત વ્હાલુ કર્યું છે. માનસિક તણાવમાં આવી મોડલે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંજલિના આપઘાત અંગે અનેક શંકા-કુશંકા ઉપજી છે. જેમાં પ્રેમપ્રકરણની શક્યતા છે. ‘હું તારા માટે કંઈ નથી' ઈન્સ્ટાગ્રામ પર દર્દ છલકાવી સુરતની મોડલે આપઘાત કર્યો છે. અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી થકી સુરત અને અમદાવાદમાં પ્રોજેક્ટ પર કામ કરતી હતી.
23 વર્ષીય સુરતની મોડલે ઈન્સ્ટાગ્રામ પર બે દર્દનાક પોસ્ટ મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ પોસ્ટને કારણે પ્રેમપ્રકરણને કારણે આપઘાત કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેથી સુરત પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે.
દીકરીને પંખે લટકતી જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. 23 વર્ષીય અંજલિ એક મોડલ હતી. અંજલિ નવસારીમાં તેની માતા, એક ભાઈ અને બેહન સાથે રહેતી હતી. તે અલગ અલગ કંપનીઓ સાથે મોડલિંગ એસાઈમેન્ટ પર કામ કરી રહી હતી.
રવિવારે અંજલિ લાંબા સમય સુધી રૂમમાં રહેતા પરિવારે દરવાજો ખખડાવ્યો હતો, પરંતું કોઈ જવાબ મળ્યો ન હતો. બાદમાં દરવાજો તોડીને જોયું તો અંજલિ પંખા સાથે લટકેલી હતી. દીકરીના આપઘાતથી પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.
પાંચ દિવસ પહેલા જ સગાઈ થઈ હતી, દુકાનમાં બેઠા બેઠા આવ્યો હાર્ટ એટેક, મોતનું મંજર જોઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે