Home> Gujarat
Advertisement
Prev
Next

હવે મોબાઇલ સ્નેચરોએ હદ વટાવી! મોબાઇલની માથાકૂટમાં ખેલાયો લોહિયાળ જંગ, યુવકને ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં દરરોજ મોબાઇલ સ્નેચિંગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવા મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટે સુરત પોલીસ ખાસ અભિયાન સાથે સતત પેટ્રોલિંગ કરે છે.

હવે મોબાઇલ સ્નેચરોએ હદ વટાવી! મોબાઇલની માથાકૂટમાં ખેલાયો લોહિયાળ જંગ, યુવકને ઉતાર્યો મોતને ઘાટ

ઝી બ્યુરો/સુરત: શહેરમાં સતત મોબાઇલ સ્નેચિંગનો આંતક વધી રહ્યો છે. હવે મોબાઇલ સ્નેચરોએ હદ વટાવી હોવીની ઘટના સામે આવી છે. મોબાઇલ આપવાની ના પાડતાં તેઓ હત્યા કરવા પણ ખચકાતા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતમાં સામે આવી છે. ગત રાત્રે સુરતમાં બે જગ્યાએ મોબાઇલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ એક યુવકે આરોપીઓને મોબાઇલ આપવાની ના પાડતાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

fallbacks

હીરોઈન ગર્ભવતી હતી અને રેપ સીન શૂટ કરાયો! એવી ઘટના બની કે હોસ્પિટલ દોડવું પડ્યું

સુરતમાં દરરોજ મોબાઇલ સ્નેચિંગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવા મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટે સુરત પોલીસ ખાસ અભિયાન સાથે સતત પેટ્રોલિંગ કરે છે. પરંતુ આ મોબાઇલ સ્નેચરોને જાણે પોલીસની બીક રહી ના હોય તેમ સતત મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જોકે, આ મોબાઇલ સ્નેચરો હવે લોકોના જીવ લેતાં પણ ખચકાતા નથી. 

Jio નો સૌથી હિટ પ્લાન! માત્ર 155 રૂપિયામાં Data-Calling બધુ ફ્રી, આ છે સસ્તો પ્લાન

સુરતમાં બનેલી લૂંટ વિથ હત્યાની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.સુરતના સચિન વિસ્તારમાં લૂંટ વિથ હત્યાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના વતની સની ચૌહાણ રાધે ટ્રેડર્સ માં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો.મોડી રાત્રે શનિ મોબાઈલ પર વાત કરતા કરતા કારખાનમાંથી બહાર આવ્યો હતો. 

પુરૂષોએ પણ મહિલાઓની જેમ બેસીને કરવો જોઈએ પેશાબ, ઉભા રહેવાથી થાય છે આ નુક્સાન

દરમિયાન બાઇક પર આવેલા 3 ઇસમો પૈકી એક યુવાને તેના હાથમાંથી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સનીએ પ્રતિકાર કરતા લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કર્યો હતો.જ્યાં તાત્કાલિક શનિ ને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સનીનું કરુંન મોત નીપજ્યું હતું. સુડા સેક્ટર નજીક કંપનીમાં કામ કરતા યુવાનની હત્યા લઇને ચકચાર મચી જવા પામી છે. 

બે કલાકની આગમાં બે કરોડનું નુકસાન, ગોંડલમાં 5 હજાર મણ મરચાં બળીને ખાખ

સચિન પોલીસે લૂંટ વિથ હત્યા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સચિન GIDC વિસ્તારમાં બાઇક પર આવેલા 3 લોકો બે મોબાઈલ લૂંટને અંજામ આપ્યા બાદ સચિન વિસ્તારમાં લૂંટ કરવા ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે પોલીસે ગુનો દાખલ કરી આ મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટેની કવાયત શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More