Home> Technology
Advertisement
Prev
Next

Aadhaar Card: શું મૃત વ્યક્તિઓના આધારને ઈનએક્ટિવ કરવાનો કોઈ રસ્તો છે? સરકારે આ જવાબ આપ્યો

Aadhaar Card: દર વર્ષે લાખો આધાર કાર્ડ ધારકોના મૃત્યુને કારણે નકામા બની જાય છે. આવા કિસ્સામાં શું આવા કાર્ડને નિષ્ક્રિય કરી શકાય?

Aadhaar Card: શું મૃત વ્યક્તિઓના આધારને ઈનએક્ટિવ કરવાનો કોઈ રસ્તો છે? સરકારે આ જવાબ આપ્યો

Aadhaar Card Inactivation: આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ઉભરી આવ્યું છે. આધાર કાર્ડ (Aadhaar Card) વિના કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા, મુસાફરી, શાળા-કોલેજમાં પ્રવેશ, બેંક ખાતું (Bank Account) ખોલાવવા વગેરેમાં મુશ્કેલીઓ આવી શકે છે. આધાર કાર્ડ જારી કરનાર સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ (Unique Identification Authority of India) ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, દેશના લગભગ તમામ પુખ્ત વયના લોકો માટે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના આધારનું શું થાય છે. શું તે ઈન એક્ટિવ કરી શકાય છે?

fallbacks

શરમજનક! લાશથી અંગૂઠા લગાવી રહ્યો હતો વકીલ, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો
ભૂત સાથે લગ્ન કરનાર યુવતિને જોઇએ છે છૂટાછેડા! કહ્યું- બૂમો પાડી પાડીને ડરાવે છે મને

Viral Video: દુલ્હન 'રિવોલ્વર રાની' બની કર્યા ભડાકા, વરરાજા ફફડી ગયો, પોલીસ તપાસ શરૂ
અભિનેત્રીઓ ક્યાંક ન્યૂડ થઈ છે તો ક્યાંક નોકરોને પણ નથી છોડ્યા, એકલામાં જોજો

શું આધારને નિષ્ક્રિય કરી શકાય?
UIDAIએ મૃત વ્યક્તિના આધારને નિષ્ક્રિય કરવાની સુવિધા આપી નથી, પરંતુ સરકાર હવે તેના પર વિચાર કરી રહી છે. IANSના અહેવાલ મુજબ, સરકાર મૃતકના આધારને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે. હાલમાં, મૃતકોના આધારના દુરુપયોગને રોકવા માટે, સરકાર તેના આધાર (Aadhaar Lock Facility) ને લોક કરવાની સુવિધા આપે છે.

આ પણ વાંચો: ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય
આ પણ વાંચો: શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
આ પણ વાંચો: 
 દરરોજ સ્કિન પર સાબુ લગાવતા હોવ તો થઇ જજો સાવધાન, નહીંતર લેવાના દેવા થઇ જશે

નિયમોમાં કરી શકાય છે ફેરફાર-
ભારતના રજિસ્ટર જનરલે UIDAI પાસે આ બાબતે કેટલાક સૂચનો માંગ્યા છે, જેથી તે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969ના નિયમોમાં ફેરફાર કરીને મૃત વ્યક્તિના આધારને નિષ્ક્રિય કરી શકે. આ માટે, રજિસ્ટર જનરલ ઓફ ઈન્ડિયા મૃત્યુ પ્રમાણપત્ર જારી કરી શકે છે જેથી મૃતકના સંબંધીઓને આધાર (Aadhaar Card) રદ કરાવવામાં કોઈ મુશ્કેલી ન પડે.

આ માટે, મૃત્યુ પ્રમાણપત્ર બનાવતી વખતે મૃતકના આધાર કાર્ડની (Aadhaar Card) વિગતો પરિવારના સભ્યોને આપવી જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે, સરકાર આધારને નિષ્ક્રિય કરવાની સુવિધા લાવવાની યોજના બનાવી રહી છે કારણ કે હવે UIDAIએ નવા બાળકને જન્મતાંની સાથે જ આધાર કાર્ડ બનાવવાની સુવિધા શરૂ કરી છે. આ માટે માત્ર બાળકની તસવીર અને સરનામું જરૂરી છે.

આ પણ વાંચો:  અભિનેત્રીના બાથરૂમમાંથી મળી નોટો, કોર્ટમાં કહ્યું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More