Surat News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં 10 વર્ષના તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. તરુણના પિતાના મિત્ર દ્વારા આચરવામાં આવેલ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ નરાધમ ની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે. જ્યાં હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી ભેસ્તાન પોલીસે હાથ ધરી છે.
Gujarat Budget 2025 Live: લાલ પોથી સાથે નાણામંત્રી વિધાનસભા પહોંચ્યા, કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
સુરતના ભેસ્તાન આવાસ ખાતે રહેતા પરિવારના દસ વર્ષના તરુણ જોડે નરાધમ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. જ્યાં નરાધમની ભેસ્તાન પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ ભેગો કરવામાં આવ્યો છે. ભેસ્તાન પોલીસના જણાવ્યા પ્રમાણે, ભેસ્તાન ખાતે આવેલ ભીંડી બજારમાં રહેતા આરોપી મોઇદુલ શેખ દ્વારા દસ વર્ષના તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. તરુણ પોતાના ઘરે હતો. જે દરમ્યાન આરોપી ઘરે આવી ચઢ્યો હતો.
'ગુજરાત બજેટ'ની લાલ પોથી પર આ સમાજને મળ્યું સ્થાન; વાર્લી પેઈન્ટીંગ, ભાતીગળ કલા...
આરોપી અને તરુણ પિતા અગાઉ જોડે કામ કરતા હતા. જેથી બંને પરિચયમાં હોવાથી આરોપી ઘરે અવરજવર કરતો હતો. જ્યાં ઘરે આવેલા આરોપી એ તરુણની માતાને જમવાનું બનાવવાનું કહી તરુણને ચીજવસ્તુઓ અપાવવાના બહાને બહાર લઈ ગયો હતો. ભેસ્તાન સ્થિત નજીકમાં આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જઈ તરુણ જોડે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. ઘરે આવેલા તરુણે સમગ્ર હકીકત જણાવતા મામલો સામે આવ્યો હતો.જ્યાં આ મામલે તરુણ ના પરિવારે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, હાજરી અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય
પોલીસે ગુન્હો નોધી ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.જ્યાં ગણતરીના કલાકોમાં જ આરોપી મોઈદુલ શેખની ધરપકડ કરી હતી. આરોપી મૂળ પશ્ચિમ બંગાળ નો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જ્યાં પોલીસ પૂછપરછ માં આરોપીએ પોતે કરેલ કૃત્યની કબૂલાત કરતાં નરાધમની ધરપકડ કરી આગળની કાર્યવાહી ભેસ્તાન પોલીસે હાથ ધરી હતી.
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરે એ પહેલા આવ્યા માઠા સમાચાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે