ચેતન પટેલ/સુરત :સુરતના કાપોદ્રા ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાંથી માસ્કના નામે દંડની ઉઘરાણી કરતો શખ્સ ઝડપાયો છે. આ શખ્સ લોકો પાસેથી 2000 રૂપિયાની માંગણી કરતો હતો. મનપાના અધિકારી બની દંડ ઉઘરાવતો આ શખ્સ સોસાયટીમાં દારૂ પીને આવ્યો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો. તેમજ લોકોના ઘરમાં ઘૂસીને દારૂ પીને બેફામ ગાળો બોલી દંડની માંગણી કરતો હતો. ત્યારે આખરે કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી છે.
નશામા ધૂત થઈને આવ્યો હતો
કાપોદ્રા વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં કોઈ શખ્સ માસ્કના નામે બે હજાર રૂપિયા ઉઘરાવે છે તેવી પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે આ શખ્સને પકડી પાડ્યો છે. પરંતુ આ શખ્સને લોકોએ પકડી પાડ્યો હતો. આ શખ્સે પોતાને મનપાના સફાઈ કર્મચારી મહિલાનો પતિ હોવાનું જણાવ્યું હતું. મોબાઈલમા મહિલાનું આઈ કાર્ડ બતાવી લોકો સામે રોફ જમાવતો હતો. તેમજ પોતે smc માં હોવાનો રોફ બતાવતો હતો. ત્યારે કપોદ્રા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : લોહીથી રંગાઈ કૃષ્ણનગરી દ્વારકા : બ્રાહ્મણની ક્રુર હત્યા બાદ રબારી યુવકની ઝાડ પર લટકતી લાશ મળી
આ શખ્સ માસ્કના નામે લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આખરે સોસાયટીની રહીશોએ તેને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત આ શખ્સ દારૂના નશામાં પણ હતો. તેણે સ્થાનિકોને બેફામ ગાળો ભાંડી પણ હતી.
આમ, સુરતમાં લોકોને દંડ ફટકારીને રૂપિયાની ઉઘરાણી કરવા માટે બોગસ અધિકારીઓ પણ ફરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેટલાક લોકો સરકારી અધિકારીના નામે લૂંટ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો : ભરતસિંહ સોલંકીએ રેકોર્ડ સર્જ્યો, 101 દિવસ હોસ્પિટલમાં રહી કોરોનાની ટ્રીટમેન્ટ લેનાર એશિયાના પ્રથમ દર્દી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે