Home> Sports
Advertisement
Prev
Next

RR vs KKR Prediction Playing: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો

 ઈન્ડિયન પ્રીમિયરલીગની 12મી મેચમાં આજે સાંજે કોલકત્તા નાઇટરાઇડર્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થવાનો છે. સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ અને રાહુલ તેવતિયાએ પાછલી મેચમાં જેવો ધમાલ મચાવ્યો છે, ત્યારબાદ કોલકત્તાની ટીમે આ મેચમાં સાવધાની રાખવી પડશે.

RR vs KKR Prediction Playing: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયરલીગની 12મી મેચમાં આજે સાંજે કોલકત્તા નાઇટરાઇડર્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થવાનો છે. સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ અને રાહુલ તેવતિયાએ પાછલી મેચમાં જેવો ધમાલ મચાવ્યો છે, ત્યારબાદ કોલકત્તાની ટીમે આ મેચમાં સાવધાની રાખવી પડશે. ટીમમાં ફેરફારની શક્યતા નથી કારણ કે બંન્ને ટીમોએ પાછલી મેચમાં શાનદાર જીત મેળવી છે. 

fallbacks

રાજસ્થાનની બેટિંગમાં સેમસન, સ્મિથ અને તેવતિયા સારા ફોર્મમાં છે. અત્યાર સુધી સેમસને ચેન્નઈ અને પંજાબ વિરુદ્ધ આકર્ષક ઈનિંગ રમી છે. તેવતિયાએ વિસ્ફોટક ઈનિંગથી હારેલી મેચને જીતમાં પલ્ટી દીધી હતી. આ કોલકત્તાની સામે પડકાર હશે. બોલિંગમાં જોફ્રા આર્ચર, અંકિત રાજપૂત અને શ્રેયસ ગોપાલની સાથે અનુભવી જયદેવ ઉનડકટ હાજર છે. ટીમ ખુબ સંતુલિત જોવા મળી રહી છે અને મોટો સ્કોરનો પીછો કરવામાં સક્ષમ છે.

કોલકત્તાની ટીમની ઓપનિંગ સુનીલ નરેન અને શુભમન ગિલના હાથમાં છે, જ્યારે મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, નીતીશ રાણા, આંદ્રે રસેલ છે. બોલિંગની વાત કરીએ તો યુવા શિવમ માવી અને કમલેશ નાગરકોટીની સાથે અનુભવી પેટ કમિન્સ છે. સ્પિનરની વાત કરીએ તો નરેન કુલદીપની જોડી છે. 

રાજસ્થાન વિરુદ્ધ બેટિંગ ક્રમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આમ તો પ્લેઇંગ ઇલેવનમાં પાવર હિટર રહેલા છે જે મોટો સ્કોર કરી શકે છે. 

KKRvsRR Match Preview: શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સને પડકાર આપવા ઉતરશે કોલકત્તા   

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સંજૂ સેમસન, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, ટોમ કરન, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, જયદેવ ઉનડકટ. 

કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, સુનીલ નરેન, નીતીશ રાણા, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, કમલેશ નાગરકોટી. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More