તેજશ મોદી/સુરત :સુરતમાં હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પ્રણય ત્રિકોણ (love triangle) માં હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે તેમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, પરિણીત પ્રેમિકાને પામવા એક પ્રેમીએ બીજા પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો હતો. મહિલા મૃતકના ગંગારામના ઘરે રસોઈ તેમજ અન્ય ઘરકામ કરવા જતી હતી. જેની સાથે તેના આડા સંબંધ હતા. મહિલા બીજા પ્રેમી છબિરામ ઉર્ફે રમેશ સાથે રહેવા લાગી હતી. જેના કારણે મૃતક પ્રેમી મહિલાને પોતાની સાથે રહેવા દબાણ કરતો હતો. જેને લઈને તેની હત્યા (murder) કરવામાં આવી હતી.
સુરતમાં હત્યાની એક અલગ ઘટના સામે આવી હતી. સુરતના સચિન વિસ્તારમાં ઉત્તરાયણ દિવસે એક યુવાનની ઘાતકી હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી. જોકે પરણિત પ્રેમિકાને પામવા બે પ્રેમીમાંથી એક પ્રેમીએ તેના મિત્ર સાથે મળી બીજા પ્રેમીની હત્યા કરી હતી. જોકે પોલીસે આ મામલે હત્યારા પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે.
આ મામલે પોલીસે તપાસ કરતા સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સાંઈબાબા રેસીડેન્સી પાસે મળી આવેલ લાશની સચિન GIDC ખાતે આવેલ તળગપુર ગામ ખાતે જાકીરભાઇની ચાલીમાં રહેતા ને મજૂરી કામ કરતા ગંગાસિંહ રમાકાંતસિંહ તરીકે ઓળખ થઇ હતી. જોકે આ યુવાનની હત્યા મામલે પોલીસને તપાસ કરતા માલૂમ પડ્યું કે આ યુવાનના ઘરે ઘરકામ કરવા આવતી મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો. મહિલા ગંગાસિંહના ઘરે રસોઈ તેમજ અન્ય ઘરકામ કરવા જતી હતી. જેને લઈને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે મહિલા પરણિત હોવાની સાથે મરનાર યુવાન સાથે અનૈતિક સંબંધ પણ હતા. જોકે આ મહિલાને આ યુવાન સાથે પ્રેમસંબંધ પર પૂર્ણ વિરામ મૂકી અન્ય એક યુવાન સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જેને લઇને ગંગાસિંહ પરણિત મહિલાને પોતાની સાથે રહેવા માટે સતત દબાણ કરતો હતો. ત્યારે આ મહિલાના અન્ય એક યુવાન છબીરામ ઉર્ફે રમેશ ઉર્ફે કમલેશ રામપાલ યાદવ સાથે પણ પ્રેમ સંબંધ હતા. જેથી છબીરામ પણ મહિલાને પોતાની સાથે રહેવા દબાણ કરતો હતો. જોકે આ મહિલાના પહેલા પ્રેમી વિશે જાણકારી મળતા છબીરામે મિત્ર બ્રિજમોહન ઉર્ફે બિજે છોટેલાલ ગુપ્તા સાથે મળી ગંગાસિંહની ઘાતકી હત્યા કરી હતી. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થતા પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરતમાં વધુ એક નેતાએ જમણવાર યોજીને સોશિયલ ડિસ્ટન્સનો કર્યો તમાશો, Video
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે