Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ રાષ્ટ્રપતિ Biden ને આપી શુભેચ્છા, કહ્યું- સાથે કામ કરવા માટે ઉત્સાહિત

આજે જો બાઈડન (Joe Biden) એ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. નવા રાષ્ટ્રપતિ જો બાઈડને શપથ ગ્રહણ કરવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરી અમેરિકી રાષ્ટ્રપતિને શુભેચ્છા આપી છે.

PM મોદીએ રાષ્ટ્રપતિ Biden ને આપી શુભેચ્છા, કહ્યું- સાથે કામ કરવા માટે ઉત્સાહિત

નવી દિલ્હીઃ આજે જો બાઈડન (Joe Biden) એ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. નવા રાષ્ટ્રપતિ જો બાઈડને શપથ ગ્રહણ કરવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરી અમેરિકી રાષ્ટ્રપતિને શુભેચ્છા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, આપણે બન્ને સાથે મળીને કામ કરીશું.

fallbacks

બાઈડેનના શપથ ગ્રહણ કરવાની સાથે વિશ્વભરથી શુભેચ્છા આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ તેમને શુભેચ્છા આપતા કહ્યુ, 'મારી સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં પદભાર ગ્રહણ કરવા પર જો બાઈડેનને હાર્દિક શુભેચ્છા. હું ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યો છું.'

પીએમ મોદીએ બાઈડેનને શુભેચ્છા આપતા કહ્યુ કે ભારત-અમેરિકાની ભાગીદારી સંયુક્ત મૂલ્યો પર આધારિત છે. અમારી પાસે એક પર્યાપ્ત અને બહુપક્ષીય દ્વિપક્ષીય એજન્ડા છે. જે આર્થિક જોડાણ અને જોશપૂર્ણ લોકો વચ્ચે જોડાણ વધી રહ્યું છે. ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ઉંચાઈઓ પર લઈ જવા રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.

મોદીએ પોતાના ત્રીજા ટ્વીટમાં કહ્યુ, સંયુક્ત રાજ્ય અમેરિકાના સફળ નેતૃત્વને લઈને મારી શુભકામનાઓ કારણ કે અમે વૈશ્વિક શાંતિ તથા સુરક્ષાને આગળ વધારવા માટે એક સમાન પડકારોનો સામનો કરી રહ્યાં છીએ. 

પીએમ મોદીએ ચોથુ ટ્વીટ કરીને અમેરિકાના મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ અભિનંદન આપ્યા છે. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. તેમણે કહ્યુ કે, અમેરિકામાં તેના લોકતંત્રના નવા ચેપ્ટર માટે શુભકામનાઓ. રાષ્ટ્રપતિ બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ હેરિસને શુભેચ્છાઓ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More