Home> Gujarat
Advertisement
Prev
Next

દીકરીના ફોટોશૂટ માટે ગયેલી પરિણીતા લંપટ રિસેપ્શનિસ્ટની જાળમાં ફસાઈ, ન થવાનું થઈ ગયું!

Surat Rape Case : સુરતમાં એક પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી કે, સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટે તેની પાસેથી રૂપિયા અને સોનું પડાવ્યું, તેમજ બ્લેકમેલ કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા 

દીકરીના ફોટોશૂટ માટે ગયેલી પરિણીતા લંપટ રિસેપ્શનિસ્ટની જાળમાં ફસાઈ, ન થવાનું થઈ ગયું!

Surat News ચેતન પટેલ/સુરત : દીકરીના ફોટો શૂટ માટે અડાજણના શીતલ ફોટો સ્ટુડિયોમાં ગયેલી લાલ દરવાજાની પરિણીતા લંપટ રિસેપ્સનિસ્ટની જાળમાં ફસાઈ ગયા હતા. યુવકે વાતોમાં ભોળવી પીડિતા સાથે સંપર્ક વધાર્યા બાદ યૌનશોષણ કરી ૫૦ લાખના હીરા-સોનાના ઘરેણાં અને રોકડા રૂ.૨.૫૯ લાખ પણ પડાવી લીધા હતા. પાલ પોલીસે આરોપી અર્જુન કંથારીયાની ધરપકડ કરી છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લાલ દરવાજા ખાતે વસ્તાદેવડી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય પરણીતાના પતિ હીરાના વેપારી છે. સંતાનમાં બે દીકરી છે. નાની દીકરીનું ફોટોશૂટ કરાવવાનું હોય ઓક્ટોબર-૨૦૨૩માં અડાજણમાં શીતલ ફોટો સ્ટુડિયોમાં ગયા હતા. જ્યાં રિસેપ્શનિસ્ટ અનુજસિંહે બેબી ફોટોશૂટ માટે અલગ-અલગ પેકેજ બતાવ્યા હતા. જે પૈકી ૨૮ હજારનું પેકેજ તેઓને પસંદ આવ્યું હતુ. જે જે પેકેજ પ્રમાણે છ મહિના સુધી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીને ફોટોશૂટ માટે લઇ ગયા હતા. 

માર્ચ ૨૦૨૪માં ફોટો સ્ટુડિયો માટે ગયા હતા ત્યારે રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારીયાએ ૩૪૦૦ રૂપિયા ફોટોશૂટના માંગ્યા હતા. જે પેમેન્ટ રોકડેથી ચૂકવ્યું હતુ. ત્યારબાદ ધુળેટીના દિને પરિણીતાએ ફોટો સ્ટુડિયો પરથી અર્જુન કંથારીયાએ કોલ કર્યો હતો. પર્સનલ કામ હોવાનું કહીં વિશ્વાસ કેળવી વોટ્સએપ કોલ કરી રૂપિયાની માંગણી કરી હતી. ભારે આજીજી કરતા પરણીતા  દયા આવતા અર્જુનને ૫ હજાર રૂપિયા રૂષભ ટાવર પાસે આપ્યા હતા. પાંચેક દિવસ પછી પરણીતાએ અર્જુનને કોલ કરી રૂપિયા પરત માંગ્યા તો વાયદા કર્યા હતા. ત્યારબાદ ૧૫ હજાર અને ગોલ્ડની માંગણી કરી હતી. ગોલ્ડ ગિરવે મુકી નાણાં મેળવી લઈશ અને ગોલ્ડ છોડાવી આપવાની પણ વાત કરી હતી. જેથી વિશ્વાસ આવતા પરણીતા ની દીકરીની ૧૧.૯૫ ગ્રામ વજનની સોનાની ચેઇન ચેઈન અર્જુનને આપી દીધી હતી. 

એક પોસ્ટ લખીને ગાયબ રહ્યાં હાર્દિક પટેલ, પાટીદારોની બેઠકમાં ક્યાંય ન દેખાયા!

આ રીતે વાતોમાં ભોળવી નાની દીકરીની ૧૧.૭૬ ગ્રામની સોનાની ચેઇન પડાવી લીધી હતી. અર્જુન ઈમોશ્નલી બ્લેકમેલ કરી પરણીતા પાસે ઘરેણાં પડાવતો ગયો હતો. જુન-૨૦૨૪માં રાંદેરમાં મશાલ સર્કલ પાસે મળવા બોલાવી હોટલમાં જવાની વાત કરી હતી. પ્રિયાબેને વાત કરી તો પતિને સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેવાની ધમકી આપી હતી. જેથી ગભરાઇને પ્રિયાબેન પાલ ખાતે આવેલી ફોર સીઝન હોટલમાં અર્જુન સાથે ગયા હતા. જ્યાં અર્જુને બળજબરી કરી દુષ્કર્મ કર્યુ હતું. 

આ રીતે પતિને જાણ કરવાના નામે બ્લેકમેલ કરી છ વખત પાલની ફોર સીઝન હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. લંપટ અર્જુને પીડિતા પાસેથી ૫૦ લાખના હીરા-સોનાના ઘરેણાં અને રોકડા રૂા.૨.૫૯ લાખ મળી ૫૨.૫૯ લાખની મત્તા પણ પડાવી લીધી હતી. પીડિતા પોતાના ઘરેણાં જવેલર્સ અને ફાયનાન્સ કંપનીમાં ગિરવે મુકી અર્જુનને નાણાંની મદદ કરી હતી. આખરે પીડિતાએ પોલીસનું શરણું લીધું હતુ. પાલ પોલીસે અર્જુન ધુપદ કંથારીયા સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ગુજરાતની બે મોટી ડેરીઓમાં કરોડોના વહીવટના મોટા ખેલ, સત્તા પરિવર્તન માટે સોગઠા ગોઠવાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More