Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT: દિયરે પોતાની ભાભીને કમરથી પકડીને ઉચકી લીધી કહ્યું ભાઇનું મોત ભલે થયું હું મોજ કરાવીશ

શહેરના લિંબાયત ખાતે પોતાના સંતાનો સાથે રહેતી વિધવા મહિલાને તેના જ દિયર દ્વારા લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જો કે જ્યારે લગ્નની વાત આવી તો તેને તરછોડી દીધી હતી. બે વખત ભાભી ગર્ભવતી થતા તેને ગર્ભપાત પણ કરાવ્યો હતો. અન્ય યુવતી સાથે લગ્નની તૈયારી થતા મહિલા દ્વારા પોતાના જ દિયર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસ મહિલાના દિયરની ધરપકડ કરીને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

SURAT: દિયરે પોતાની ભાભીને કમરથી પકડીને ઉચકી લીધી કહ્યું ભાઇનું મોત ભલે થયું હું મોજ કરાવીશ

સુરત : શહેરના લિંબાયત ખાતે પોતાના સંતાનો સાથે રહેતી વિધવા મહિલાને તેના જ દિયર દ્વારા લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જો કે જ્યારે લગ્નની વાત આવી તો તેને તરછોડી દીધી હતી. બે વખત ભાભી ગર્ભવતી થતા તેને ગર્ભપાત પણ કરાવ્યો હતો. અન્ય યુવતી સાથે લગ્નની તૈયારી થતા મહિલા દ્વારા પોતાના જ દિયર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસ મહિલાના દિયરની ધરપકડ કરીને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

fallbacks

SURAT: એક તો સંક્રમણ અને ઉપરથી Lockdown નો ડર, પરપ્રાંતીઓની ફરી હિજરત શરૂ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસેની એક સોસાયટીમાં રહેતા પરિવારની મહિલાના પતિનું 2015 માં મોત નિપજ્યું હતું. જો કે પોતાના સંતાનો સાથે રહેતી મહિલા પર તેના જ દિયરે નજર બગાડી હતી. એક વાર ભાભી રસોડામાં કામ કરતી હતી ત્યારે અચાનક પાછળથી આવેલા દિયરે સીધી જ તેને પકડી લીધી હતી. મહિલાને કહ્યું કે, મારો ભાઇ જતા જતા મને તમારી જવાબદારી સોંપીને ગયો હતો. તમારૂ તમામ જરૂરિયાત સંતોષવી મારી ફરજ છે. તેમ કહીને અડપલા શરૂ કર્યા હતા. 

અમદાવાદ કમિશ્નરનો આદેશ: ખાનગી કોવિડ હોસ્પિટલોએ કોર્પોરેશન ક્વોટાના 20 ટકા બેડ રિઝર્વ રાખવા પડશે

આ અંગે મહિલાએ પોતાના સાસુને આ અંગે ફરિયાદ કરતા મામલો થાળે પાડી દીધો હતો. થોડા દિવસો અગાઉ વિધવા ભાભી પોતાના મકાનના ધાબા પર સુતી હતી ત્યારે દિયર આવી ગયો હતો અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવ્યો હતો. ત્યાર બાદ તે વારંવાર શારીરિક સંબંધો બનાવવા લાગ્યો હતો. બે વખત તો ભાભી ગર્ભવતી બની હતી. તેમણે નજીકના ક્લિનીકમાં જઇને ભાભીનો ગર્ભપાત કરાવ્યો હતો. જો કે આખરે તેણે પોતાની ભાભીને તરછોડી દેતા ચકચાર મચી ગઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More