Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT: એક તો સંક્રમણ અને ઉપરથી Lockdown નો ડર, પરપ્રાંતીઓની ફરી હિજરત શરૂ

શહેરમાં જે પ્રકારે કોરોના મહામારી ફેલાઇ રહી છે તેના કારણે અનેક પ્રકારના પ્રતિબંધો તંત્ર દ્વારા લગાવી દેવાયા છે. આ ઉપરાંત કોરોનાના કેસ પણ ખુબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેના કારણે એક પછી એક બેડ પણ ફુલ થઇ રહ્યા છે. ધંધા ઉદ્યોગો પણ પ્રતિબંધોના કારણે અડધી કેપિસિટી સાથે ચાલી રહ્યા છે. તેવામાં હવે શ્રમજીવીઓ ફરી એકવાર વતનની વાટ પકડી રહ્યા છે. સુરતથી મોટા પ્રમાણમાં લોકો પોતાના વતન તરફ હિજરત કરવાનું શરૂ કરીદીધું છે. જેના કારણે હાલ સુરતમાં પરપ્રાંતિય લોકોની હિજરત મોટા પ્રમાણમાં શરૂ થઇ ચુકી છે. 

SURAT: એક તો સંક્રમણ અને ઉપરથી Lockdown નો ડર, પરપ્રાંતીઓની ફરી હિજરત શરૂ

સુરત : શહેરમાં જે પ્રકારે કોરોના મહામારી ફેલાઇ રહી છે તેના કારણે અનેક પ્રકારના પ્રતિબંધો તંત્ર દ્વારા લગાવી દેવાયા છે. આ ઉપરાંત કોરોનાના કેસ પણ ખુબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેના કારણે એક પછી એક બેડ પણ ફુલ થઇ રહ્યા છે. ધંધા ઉદ્યોગો પણ પ્રતિબંધોના કારણે અડધી કેપિસિટી સાથે ચાલી રહ્યા છે. તેવામાં હવે શ્રમજીવીઓ ફરી એકવાર વતનની વાટ પકડી રહ્યા છે. સુરતથી મોટા પ્રમાણમાં લોકો પોતાના વતન તરફ હિજરત કરવાનું શરૂ કરીદીધું છે. જેના કારણે હાલ સુરતમાં પરપ્રાંતિય લોકોની હિજરત મોટા પ્રમાણમાં શરૂ થઇ ચુકી છે. 

fallbacks

અમદાવાદ કમિશ્નરનો આદેશ: ખાનગી કોવિડ હોસ્પિટલોએ કોર્પોરેશન ક્વોટાના 20 ટકા બેડ રિઝર્વ રાખવા પડશે

સુરતના છેવાડાના વિસ્તારોમાં કાપડ, ડાયમંડ, ઝરી જેવા અનેક ઉદ્યોગોમાં કામ કરતા આ શ્રમિકોએ પોતાનાં વતન જવાનું મુનાસીબ માન્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર રોજની 30-50 જેટલી બસો બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ જેવા અનેક રાજ્યો અને વિસ્તારો માટે નિકળે છે. પ્રવાસી શ્રમિકો શહેરમાં સંક્રમણ અને લોકડાઉનના કારણે ભયની સ્થિતીમાં રહે છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી.આર પાટીલ અનેક વાર શ્રમજીવીઓને પલાયન નહી કરવા માટે અપીલ કરી ચુક્યા છે. 

ગુજરાતમાં હવે કોરોનાની ખેર નથી, INDIAN ARMY સાથે મળીને સરકાર લેવા જઈ રહી છે મોટું પગલું

જો કે સુરતમાં પરપ્રાંતીયો લાખોની સંખ્યામાં પોતોના રાજ્ય અને ગામમાં પરત ફરી રહ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પરત ફરી રહેલી બસોની સંખ્યા પણ ખુબ જ વધારી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના રત્ન કલાકારો પણ સંક્રમણની સ્થિતીમાં વતન તરફ આગળ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓ કોરોના સંક્રમણની બીકે પરત ફરી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર પલાયન નહી કરવા માટે તમામ લોકોને મનાવી રહ્યું છે. અનેક પ્રયાસો પણ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More