Surat News : સુરતમાં સામુહિક આપઘાત કેસમાં હવે નવા વળાંક આવી રહ્યાં છે. સુરતના શિક્ષક અલ્પેશ સોલંકીએ બે બાળકોને ઝેરી દવા પીવડાવી આપઘાત કર્યો હતો. આજે વતનમાં અલ્પેશ સોલંકી અને બે પુત્રના અંતિમ સંસ્કાર થયા છે. ત્યારે આ ઘટના વચ્ચે પતિ અને બેવફા પત્ની પ્રત્યેના પ્રેમનો વીડિયો વાયરલ થયો છે.
પતિ-પત્નીના પ્રેમનો વીડિયો વાયરલ થયો
પતિ અલ્પેશ પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. બંનેના 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. એટલે પત્ની ફાલ્ગુનીનું ટેટુ અલ્પેશે હાથ પર પડાવ્યુ હતું. અલ્પેશ સોલંકીની સાથે પત્નીએ પણ પતિનું ટેટુ પડાવ્યુ હતું. ફાલ્ગુનીએ પોતાના હાથ પર પતિનું ટેટુ પડાવ્યું, પણ બાદમં નરેશ રાઠોડને પ્રેમ કર્યો. પતિ અલ્પેશ માટે પત્ની જ સર્વોપરી હતી પણ ફાલ્ગુનીએ પતિ અલ્પેશના બદલે પ્રેમી નરેશને પ્રાધાન્ય આપ્યું. હાલ પતિ પત્નીએ એક બીજાનું ટેટુ હાથ પર પડાવ્યું હોવાનો વીડિયો વાયરલ થયો.
ફાલ્ગુનીએ રડતા રડતા કહ્યું, ભૂલ થઈ ગઈ
પોતાના પતિ અને બે સંતાનોને ગુમાવ્યા બાદ ફાલ્ગુની પાસે વિલાપ કરવા સિવાય કંઈ બચતુ નથી. ફાલ્ગુનીએ પોલીસ સામે રડતા રડતા કહ્યું હતું કે, મારી ભૂલ થઈ ગઈ સાહેબ, અલ્પેશના કહેવાથી મેં સંબંધો તોડી નાખ્યા હતા. પરંતું અલ્પેશ વારંવાર શંકા કરતો અને તેના કારણે તેનું સ્મોકિંગ અને ડ્રિંક્સ પણ વધી ગયું હતું.
પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો : હાલ એક છાંટો પણ નહિ પડે, વરસાદની આખેઆખી આગાહી પલટાઈ ગઈ
નરેશના બે લગ્ન થયા
ઉમરા પોલીસે આરોપી પત્ની ફાલ્ગુની અને તેના પ્રેમી, ખેતીવાડી વિસ્તરણ અધિકારી નરેશ રાઠોડની ધરપકડ કરી છે. ત્યારે નરેશ પટેલના ભૂતકાળ વિશે ચોંકાવનારી બાબત સામે આવી. તેના અગાઉ બેવાર લગ્ન થયા હતા. પહેલી પત્નીનું દમની બીમારીને કારણે નિધન થયું હતું. જ્યારે તેના બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા. જેમાં માત્ર 6 મહિનામાં જ છુટાછેડા લીધા હતા. આ બાદ તેનો સંબંધ ફાલ્ગુની સાથે બંધાયો હતો.
નરેશે પીઠ પાછળ ખંજર માર્યું
નરેશની બેરોકટોક ફાલ્ગુનીના ઘરે અવરજવર હતી અને અલ્પેશ તેને એક મિત્ર તરીકે સ્વીકારી રહ્યો હતો. આશ્ચર્યજનક રીતે, જ્યારે અલ્પેશ તેના પરિવાર સાથે બહાર ફરવા જતો, ત્યારે નરેશ પણ ઘણીવાર તેમની સાથે જતો.
અલ્પેશે એક મહિના પહેલા જ મોતની તૈયારીઓ કરી લીધી હતી
લગ્નેત્તર સંબંધોની જાણ થયા બાદ અલ્પેશે ફાલ્ગુનીને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે માનવા તૈયાર નહોતી. આખરે અલ્પેશે નરેશ રાઠોડને ફોન કરીને આ સંબંધો પર પૂર્ણવિરામ મુકવાની આજીજી પણ કરી હતી. અલ્પેશના મોબાઈલમાંથી આ વાતચીતનું રેકોર્ડિંગ પણ પોલીસને મળ્યું છે. આ તમામ બાબતોથી કંટાળીને અલ્પેશે એક મહિના પહેલા જ આ ભયાનક પગલું ભરવાનું નક્કી કરી લીધું હતું. તેણે પોતાની લાગણીઓ અને સંઘર્ષોને બે ડાયરી અને આઠ પાનાની સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યા હતા.
દાદા દિલ્હી ઉપડ્યા, શું નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત પાછા આવશે? કંઈક નવાજૂની થવાની
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે