Home> Jobs
Advertisement
Prev
Next

Railway RRC Bharti 2025: ભારતીય રેલવે કરશે 3115 જગ્યા પર ભરતી, પરીક્ષા-ઈન્ટરવ્યુ વગર મળશે નોકરી

Railway RRC Bharti 2025: રેલવે ભરતી સેલએ 3115 જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. પસંદગી લેખિત પરીક્ષા વગર અને ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આ માટે આરઆરસીની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરવી પડશે.

 Railway RRC Bharti 2025: ભારતીય રેલવે કરશે 3115 જગ્યા પર ભરતી, પરીક્ષા-ઈન્ટરવ્યુ વગર મળશે નોકરી

Railway Jobs: ભારતીય રેલવેમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. પૂર્વીય રેલવેના રેલવે ભરતી સેલ (RRC) એ 3115 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે અરજી પ્રક્રિયા 14 ઓગસ્ટથી શરૂ થશે અને 13 સપ્ટેમ્બર સુધી ચાલશે. સત્તાવાર વેબસાઇટ rrcer.org પર જઈને અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ એપ્રેન્ટિસ ભરતી હેઠળ ભરવામાં આવશે.

fallbacks

પૂર્વીય રેલવેના વિવિધ વિભાગોમાં બધી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો નિર્ધારિત તારીખથી આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ચાલો જાણીએ કે અરજી કરનાર ઉમેદવાર પાસે કઈ લાયકાત હોવી જોઈએ અને પસંદગી કેવી રીતે કરવામાં આવશે.

ailway Apprentice Recruitment 2025: રેલ્વેમાં એપ્રેન્ટિસશીપ માટે કોણ અરજી કરી શકે છે?
એપ્રેન્ટિસશીપ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 50% ગુણ સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ઉપરાંત, તેમની પાસે સંબંધિત ટ્રેડમાં NCVT/SCVT દ્વારા જારી કરાયેલ રાષ્ટ્રીય ટ્રેડ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. અરજદારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. OBC ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવે છે અને SC અને ST ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ FD-RD બધુ ભૂલી જશો! આ છે LIC નો 'જીવન લક્ષ્ય' પ્લાન, આજીવન થશે પૈસાનો વરસાદ

Railway RRC Apprentice Vacancies 2025: કેટલી છે અરજી ફી?
જનરલ અને ઓબીસી ઉમેદવારે 100 રૂપિયા અરજી ફી ભરવી પડશે. તો મહિલા, એસસી, એસટી અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી ભરવાની નથી.

Railway RRC Apprentice Bharti 2025 How to Apply: આ રીતે કરો અરજી
સત્તાવાર વેબસાઇટ rrcer.org ઓપન કરો
અહીં એપરેન્ટિસ અરજી લિંક પર ક્લિક કરો
હવે બધી વિગત ભરી રજીસ્ટ્રેશન કરો.
ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ફી જમા કરો.

Railway Apprentice Bharti 2025: કઈ રીતે થશે પસંદગી?
એપરેન્ટિસની જગ્યા પર પસંદગી શૈક્ષણિક યોગ્યતાના આધારે તૈયાર કરવામાં આવેલા મેરિટ પ્રમાણે થશે. આ ભરતીની વધુ જાણકારી તમે સત્તાવાર વેબસાઇટ પરથી લઈ શકો છો.

Railway RRC Apprentice Vacancies 2025 Notification pdf ઉમેદવાર આ લિંક પર ક્લિક કરી સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More