તેજશ મોદી/સુરત: 195 કરોડના બોગસ બિલિંગ માલલે સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સ વિભાગે મુખ્ય આરોપી વિશાલ સોનાવાલાની ધકપકડ કરી છે. જેના થકી આઇટીસીની છેતરપીંડી કરવામાં આવી હતી. તેણે બનાવટી કંપનીઓ ઉભી કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અગાઉ બે લોકોની ધરપકડમાં ખુલાસો થયો હતો.
જીએસટી વિભાગ સુરતમાં કરોડોના બોગસ બિલિંગ મામલે ધરપકડ કરવામાં આવેલા વિશાવ સોનાવાલાને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આઇટીસીમાં છેતરપીંડી કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. જીએસટી ટીમ દ્વારા બનાવટી કંપની બનાવીને છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવી છે.
સ્ટેંટ જીએસટી ઇન્ટેલિજન્સ વિભાગે બોગસ બિલિંગ અંગે સુરતમાં અનેક જગ્યાએ રેડ કરી હતી. અને જીએસટી વિભાગમાં ચોરી કરનારાઓ સામે લાલા આંખ કરી હતી, નકલી કંપની બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં મુખ્ય આરોપી વિશાલ સોનાવાલા ધરપકડ કરવામાં આવી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે