પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના લસકાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં 34 વર્ષીય એક મહિલાએ પોતાના સાત વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ તે પી લીધી હતી. આ ઘટનામાં માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, મહિલાએ આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.
ટ્રમ્પના એક નિર્ણયથી સુરતમાં લાખો લોકો બેઘર થશે! આ ઉદ્યોગને પડશે 12,000 કરોડનો બોજ
ગઈકાલે સવારે મહિલા પોતાના સાત વર્ષના પુત્રને તાવ આવતો હોવાથી દવાખાને લઈ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. સાંજે પણ પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, મહિલાએ પોતાની મિત્ર સહિતના લોકોને પાસોદરા રોડ પર આવેલા મામાદેવ મંદિર પાસે ઝેરી દવા પી લીધાની જાણ કરી. આ અંગે પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સાંબેલાધાર વરસાદ માટે તૈયાર રહેજો! ઓગસ્ટ-સપ્ટેમ્બરની તારીખો સાથે ભારે આગાહી, તબાહી..
મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી અને તેનો પુત્ર તેની બાજુમાં બેઠેલો હતો. બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતા સમયે પુત્રને ઉલટીઓ થતા પરિવારજનોએ પૂછ્યું કે તેને શું થયું છે. ત્યારે તેણે જણાવ્યું કે માતાએ તેને ઝેરી દવા પીવડાવી હતી અને પછી પોતે પણ પી લીધી હતી.પ્રાથમિક સારવાર બાદ માતાને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પુત્રની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ છે દુનિયાના સૌથી હેલ્ધી ફુડ્સ, આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી બીમારીઓ રહે છે દુર
લસકાણા પોલીસે આ ઘટના અંગે જાણ થતાં કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પરિવારના નિવેદન નોંધીને મહિલાના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે માતાએ સેલફોસ નામની ઝેરી દવા પીધી હતી અને પુત્રને દૂધમાં ભેળવીને તે પીવડાવ્યું હતું. પુત્રના નિવેદન પરથી આ સામૂહિક આપઘાતના પ્રયાસનો ગુનો બન્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં 2 વોન્ટેડ આરોપી કોણ છે? જેમને હજુ પણ ફરાર બતાવી રહી છે NIA
મૃતક મહિલા મૂળ અમરેલીના ડેડકણી ગામની હતી અને સુરતના લસકાણાના કઠોદરા ખાતે આવેલી ગઢપુર ટાઉનશિપમાં પરિવાર સાથે રહેતી હતી. માહિતી અનુસાર, મહિલાના પહેલા લગ્ન થયા હતા, પરંતુ 2020માં પતિનું અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, જે સફળ ન રહેતા તે પરત પિયર આવીને હાલ પોતાના પિતા સાથે રહેતી હતી. મહિલાએ આટલું આકરું પગલું શા માટે ભર્યું તે અંગેનું કોઈ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. લસકાણા પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે