Surat News ચેતન પટેલ/સુરત : હવે એવી એવી ઘટનાઓ બની રહી છે કે, ચેતી જવાની જરૂર છે. ત્યારે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના એક પિતાને તેમની 12 વર્ષની દીકરી મધરાતે 23 વર્ષના યુવક સાથે આપત્તિજનક અવસ્થામાં મળી હતી. આ જોઈને પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફરી એક વખત માસુમને હવસનો શિકાર બનાવવામાં આવી છે. ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પોતાના અગાશી ઉપર વાંચતી હતી, તે દરમિયાન પાડોશમાં રહેતા યુવાને આ વિદ્યાર્થીની ઉપર નજર બગાડી હતી અને તેની સાથે જબરજસ્તી કરી તેની પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો ભેગા થઈ ગયા હતા અને પાડોશી યુવાનને ઢોર માર મારી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો.
સુરતમાં છેલ્લા કેટલાય સમયથી માસુમ બાળકીઓને નિશાન બનાવવામાં આવી રહી છે, ત્યારે વધુ એક કિસ્સામાં માસુમ કિશોરીને નિશાન બનાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો એક પરિવાર મજુરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. પરિવારને સંતાનમાં એક બાળક અને 12 વર્ષીય એક કિશોરી છે. આ કિશોરી ધોરણ 7 માં અભ્યાસ કરે છે. કિશોરી પોતાની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. જેથી તે પોતાના ઘરની અગાશી પર રાતના સમયે વાંચવા માટે ગઇ હતી . જ્યાં તેની પર પાડોશમાં રહેતા સંદીપ શુક્લા નામના યુવાને નજર બગાડી હતી. કિશોરીની એકલતાનો લાભ ઉઠાવી આ નરાધમ તેની પાસે ગયો હતો અને બાદમાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
બીજી તરફ કિશોરી નહિ દેખાતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન તેના પિતા અગાસી ઉપર તેની શોધખોળ કરવા માટે ગયા હતા, ત્યારે કિશોરી અને આ યુવાન નગ્ન અવસ્થામાં જોવા મળ્યા હતા. જેથી કિશોરીનાં પિતાએ આ નરાધમને ઢોર માર મારી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો. કાપોદ્રા પોલીસે આ સમગ્ર બનાવવામાં નરાધમ વિરોધ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી અને કિશોરીને મેડિકલ તપાસ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ તો પોલીસે આ બનાવમાં નરાધમને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે