Home> Sports
Advertisement
Prev
Next

FIFA World Cup: વિશ્વકપ ફાઇનલમાં હાર છતાં ફ્રાન્સમાં ટીમનું નાયકો જેવું સ્વાગત, ચોંકી ગયા ખેલાડી

આર્જેન્ટીના સામે ફીફા વિશ્વકપના ટાઇટલ મુકાબલામાં હારનારી ફ્રાન્સની ટીમ જ્યારે પોતાના દેશ પહોંચી તો ત્યાં હજારોની સંખ્યામાં ફેન્સે તેનું હીરોની જેમ સ્વાગત કર્યું હતું. 

FIFA World Cup: વિશ્વકપ ફાઇનલમાં હાર છતાં ફ્રાન્સમાં ટીમનું નાયકો જેવું સ્વાગત, ચોંકી ગયા ખેલાડી

પેરિસઃ વિશ્વકપમાં અત્યાર સુધી સૌથી રોમાંચક ફાઇનલમાં હારવા છતાં ફ્રાન્સની ટીમ જ્યારે સ્વદેશ પહોંચી તો સેન્ટ્રલ પેરિસમાં હજારો સમર્થકોએ તેનું નાયકો જેવું સ્વાગત કર્યું હતું. કાઇલિયન એમ્બાપ્પે અને તેના સાથી સ્થાનીક સમયાનુસાર રાત્રે 8 કલાકે દોહાથી ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પર ઉતર્યા હતા. ખેલાડી ઉદાસ થઈને વિમાનથી બહાર નિકળ્યા પરંતુ એરપોર્ટના કર્મચારીઓએ તેમનું 'થેંક યૂ' અને પેરિસ લવ યૂ જેવા સાઇન બોર્ડની સાથે સ્વાગત કર્યું હતું. 

fallbacks

ટીમે પરંતુ તેના પર ખાસ ધ્યાન આપ્યું નહીં. આર્જેન્ટીના સામે ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં હારવાને કારણે ખેલાડીઓના ચહેરા પર નિરાશા સ્પષ્ટ રીતે જોવા મળી રહી હતી. તે એરપોર્ટથી બસોમાં સવાર થઈને પ્લેસ ડે લા કોનકોર્ડ પહોંચ્યા જ્યાં હજારો સમર્થક તેની રાહ જોઈ રહ્યાં હતા. સમર્થકોનો ઉત્સાહ જોઈને ટીમનો ઉત્સાહ પણ પરત આવી ગયો હતો. 

તેનાથી વિપરીત ફ્રાન્સ જ્યારે 2018માં રશિયાથી ટાઇટલ જીતીને પરત ફર્યું ત્યારે ટીમની ચૈંપ્સ-એલિસીઝમાં આ પ્રકારની પરેડ થઈ નથી. સમર્થકો માટે પરંતુ સ્વાગત સ્થળનું મહત્વ નથી કારણ કે ભારે ઠંડી છતાં ટીમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. 

જ્યારે ખેલાડી અને કોચ ડિડિએર ડેસચેમ્પ્સ હોટલ ડી ક્રિલોનની બાલકનીમાં આવ્યા તો સમર્થકોએ ધ્વજ લહેરાવી અને લા માર્સિલાઇઝ ગાઈને તેનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે રવિવારે દોહામાં રમાયેલ ફીફા વિશ્વકપ 2022ના ફાઇનલમાં આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી પરાજય આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More