Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT: કોરોનાના દર્દીઓ માટે સામાજિક સંસ્થાઓ ખોલી નાખી તિજોરી, 40 કરોડથી વધારે ખર્ચ કર્યો

કોરોનાને કારણે થોડા દિવસો અગાઉ શહેરની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ન્હોતા મળી રહ્યા તેવામાં વિવિધ સમાજના સંગઠનો પણ આગળ આવ્યા હતા. દરેક સમાજે પોતપોતાની રીતે આઇસોલેશન સેન્ટર શરૂ કરી હતી. છેલ્લા એક મહિના દરમિયાન 33થી વધારે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા હતા. આ સેન્ટર્સમાં અત્યાર સુધીમાં 5500 જેલા દર્દીઓએ સારવાર લીધી છે. જેની પાછળ 70થી વધારે સંસ્થાઓએ 40 કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે.

SURAT: કોરોનાના દર્દીઓ માટે સામાજિક સંસ્થાઓ ખોલી નાખી તિજોરી, 40 કરોડથી વધારે ખર્ચ કર્યો

સુરત : કોરોનાને કારણે થોડા દિવસો અગાઉ શહેરની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ન્હોતા મળી રહ્યા તેવામાં વિવિધ સમાજના સંગઠનો પણ આગળ આવ્યા હતા. દરેક સમાજે પોતપોતાની રીતે આઇસોલેશન સેન્ટર શરૂ કરી હતી. છેલ્લા એક મહિના દરમિયાન 33થી વધારે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા હતા. આ સેન્ટર્સમાં અત્યાર સુધીમાં 5500 જેલા દર્દીઓએ સારવાર લીધી છે. જેની પાછળ 70થી વધારે સંસ્થાઓએ 40 કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે.

fallbacks

હાલમાં 4800થી વધારે દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. જ્યારે 527 દર્દીઓ સારવાર હેઠળ છે. સંસ્થાઓનો સૌથી વધારે ખર્ચ  ઓક્સિજનનાં બોટલની રિફિલિંગમાં થયા છે. સુરતની સેવા સંસ્થાઓ 52 સંસ્થાઓની મદદે શહેરનાં 14 આઇસોલેશન સેન્ટર ચલાવી રહી છે. તેમના આઇસોલેશન સેન્ટરમાં 700 બેડ છે. જેના થકી 4000થી વધારે દર્દીઓ સારવાર લઇ ચુક્યા છે. 300 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા છે. આઇસોલેશન સેન્ટર ચલાવતા સંચાલકોનાં અનુસાર એક દર્દી પાછળ 4થી5 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. છેલ્લા એક મહિનાથીઆ સેન્ટર સતત ચાલી રહ્યું છે. 

ગુજરાતનાં સુરતમાં રહેલા મોટા ભાગનાં સમાજો દ્વારા આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. હાલ ધીરે ધીરે સ્થિતી થાળે પડતી જાય છે તેમ તેમ આ આઇસોલેશન સેન્ટર્સ પણ ખાલી થઇ રહ્યા છે. હવે સુવિધા અને ઓક્સિજન જેવી વસ્તુઓ પણ સ્ટોક કરવામાં આવી રહી છે. જેથી સ્થિતી બગડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More