Surat Love Story : સુરતની શિક્ષિકાએ ગુરુશિષ્યના સંબંધોને લજવે તેવું કામ કર્યું છે. એક તરફ સુરતની ટ્યુશન શિક્ષિકા દ્વારા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરવા નીકળી ગઈ હતી. ત્યારે હવે આ શિક્ષિકા પ્રેગ્નન્ટ થતા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આરોપી શિક્ષિકા ગર્ભવતી હોવાનું ખૂલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની 23 વર્ષની શિક્ષિકા પર 11 વર્ષના વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી ફરાર થવાનો આરોપ લાગ્યો છે. સુરતની પુણા પોલીસની ટીમે રાજસ્થાન બોર્ડર પાસે શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. સગીર વિદ્યાર્થીને શામળાજી બોર્ડર પરથી મુક્ત કરીને તેના પરિવારને સોંપાયો હતો. ત્યારે હવે આ ગુનામાં ચોંકાવનારી વાત સામે આવી છે.
આરોપી શિક્ષિકા સાડા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું ખૂલ્યું છે. બીજી તરફ શિક્ષિકા સગીર વિદ્યાર્થીનું ગર્ભ હોવાનો દાવો કરી રહી છે. 5 માં ધોરણના વિદ્યાર્થીનો ગર્ભ હોવાનો શિક્ષિકાનો દાવો છે. પોલીસે મેડિકલ તપાસ કરાવતા વિદ્યાર્થી અને શિક્ષિકા બંનેના મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોલીસે હવે ડીએનએ ટેસ્ટ માટે તજવીજ શરૂ કરી છે.
કથીરિયાનો ગણેશ ગોંડલને પડકાર, ગોંડલમાં બે નંબરનું શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું
શિક્ષિકાએ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કર્યું
શિક્ષિકાએ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં શિક્ષિકાએ શારીરિક શોષણ કર્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસ શિક્ષિકા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ડીસીપી ભગીરથ સિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં શિક્ષકે વિધાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત કરી છે. આ પછી અપહરણ સાથે પોક્સો એકટની કલમો ઉમેરી છે. 11 વર્ષની વિદ્યાર્થીની પર શારીરિક શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. પોક્સો ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 127 પણ લાગુ કરવામાં આવી છે. બંનેની તબીબી તપાસ કરવામાં આવી રહી છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત આવતા જ શિક્ષિકાને પકડી લેવાઈ
પોલીસ દ્વારા શિક્ષિકાને પકડવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી. ત્યારે પોલીસને એવી માહિતી મળી હતી કે, શિક્ષિકા વિદ્યાર્થી સાથે રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહી છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા માનસીને ઝડપી પાડી હતી અને માનસી સાથે વિદ્યાર્થી પણ પોલીસને મળી આવ્યો હતો.
ગુજરાતનું 2025 નું ચોમાસું કેવું જશે, અખાત્રીજનો પવન જોઈ અંબાલાલનો વરસાદનો વરતારો
બંને દિલ્હી-જયપુર ફરી આવ્યા
શિક્ષિકા માનસી નાઈની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તે વિદ્યાર્થીને લઈને પહેલા સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ફરી હતી. ત્યારબાદ બંને અમદાવાદ ગયા હતા. જ્યાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરિયાદ બંને દિલ્હી ફરવા ગયા હતા. દિલ્હીથી વૃંદાવન અને ત્યારબાદ જયપુરના અલગ અલગ વિસ્તારમાં ફરવા ગયા હતા અને જયપુરથી તેઓ ગુજરાત તરફ પરત આવતા હતા. તે સમયે પોલીસે શિક્ષિકાને વિદ્યાર્થી સાથે ઝડપી પાડી.
બંને જણા ઠપકા સાંભળીને કંટાળી ગયા હતા
શિક્ષિકાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે પરિવાર તેને ઘરકામ બાબતે અવારનવાર ઠપકો આપતો હતો. તો બીજી તરફ વિદ્યાર્થી દ્વારા પણ પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, પરિવાર દ્વારા તેને પણ ભણવા બાબતે અવારનવાર ઠપકો આપવામાં આવતો હતો. શિક્ષિકા તેમજ વિદ્યાર્થી બંને પરિવારના ઠપકાઓથી પરેશાન થઈ ગયા હોવાના કારણે બંને ફરવા ચાલ્યા ગયા હતા. પરંતુ હાલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે કે પછી અન્ય કોઈ કારણોસર બંને સુરતથી અન્ય જગ્યાઓ પર ચાલ્યા ગયા હતા તે બાબત પર પોલીસ તપાસ કરી રહી છે.
ગણેશ ગોંડલે મારા દીકરાને ઉઠાવ્યો! દીકરો ગુમાવનાર રતનાલાલ જાટે ઠાલવી વેદના
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે