Home> World
Advertisement
Prev
Next

Baba Vanga: જંગની સ્થિતિ વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણી, 3 વર્ષ બાદ થશે મોટો 'ચમત્કાર', જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય

Baba Vanga Predictions: બાબા વેંગા એક દ્રષ્ટિહીન મહિલા હતા જેમની અનેક ભવિષ્યવાણીઓ પહેલા પણ સાચી પડી ચૂકી છે. જેમાં કોરોના મહામારી, 9/11 હુમલો વગેરે સામેલ છે. હવે એવી કઈ ભવિષ્યવાણી છે જે ત્રણ વર્ષ પછી ચમત્કાર જેવું થઈ શકે છે. 

Baba Vanga: જંગની સ્થિતિ વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણી, 3 વર્ષ બાદ થશે મોટો 'ચમત્કાર', જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય

Baba Vanga Predictions: બલ્ગેરિયાના જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાએ એક ખુબ જ મોટી ભવિષ્યવાણી કરી છે. જે  આજથી માત્ર 3 વર્ષ બાદ સાચી પડી શકે છે. જો કે તેમની ભવિષ્યવાણ કેટલી સાચી પડશે તે તો આવનારો સમય જ કહી બતાવશે. જો કે તેમની પહેલાની કેટલીક ભવિષ્યવાણીઓ સાચી પડી છે જેના કારણે લોકો તેમની ભવિષ્યવાણીઓ ઉત્સુકતાથી જાણવા ઈચ્છતા હોય છે. 

fallbacks

બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો. તેમનું આખું નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા છે. બાળપણમાં જ એક અકસ્માતના કારણે તેમની બંને આંખોની રોશની જતી રહી હતી. એવું કહેવાય છે કે ત્યારબાદ તેમનામાં એક શક્તિ ઉદ્ભવી જેની મદદથી તેઓ ભવિષ્ય જોઈ શકતા હતા. તેમને પશ્ચિમી દેશોમાં બાલ્કનના નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. બાબા વેંગાનું બાળપણ ખુબ જ મુશ્કેલીઓભર્યુ હતું. પરંતુ તેમની આધ્યાત્મિક યાત્રાએ તેમને વિશ્વસ્તર પર ખુબ જાણીતા કરી દીધા. 

બાબા વેંગાની  ભવિષ્યવાણી
બાબા વેંગાએ અનેક એવી ભવિષ્યવાણી કરી છે જેમને તેમના અનુયાયીઓ આજે પણ સાચી માને છે.  તેમણે આવનારા સમયમાં ઘટનારી કેટલીક ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી છે જે આ પ્રકારે છે. 

- 2025માં યુરોપ અલગ અલગ ભાગોમાં વહેંચાઈ જશે. 
- 2028માં એક નવી તાકાતનો જન્મ થશે, દુનિયાભરમાં ભૂખમરા જેવી સ્થિતિ બનશે. માણસ શુક્ર ગ્રહ પર જવાની કોશિશ કરશે. 
- 2033માં જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રનું જળસ્તર વધવા લાગશે. અનેક દેશો  તેમાં ડૂબવા લાગશે. 
- 2043માં યુરોપના મોટાભાગના ભાગોમાં ઈસ્લામિક શાસન આવશે. 
- 2046માં આર્ટિફિશિયલ હ્યુમન બોડી ઓર્ગનનું નિર્માણ ઝડપથી થવા લાગશે. 
- 2066માં અમેરિકા એક  એવું હથિયાર તૈયાર કરશે જે વાતાવરણને તહેસનહેસ કરવાની ક્ષમતા ધરાવશે. 

બાબા વેંગાની કઈ ભવિષ્યવાણીઓ સાચી પડી?

- દ્વિતિય વિશ્વયુદ્ધ વિશે
- સોવિયેત સંઘ, ચેકોસ્લોવાકિયા અને યુગોસ્લાવિયાનું વિઘટન
- ચેરનોબિલ આફત
- સ્ટાલિના મોતની તારીખ
- જાર બોરિસ તૃતિયાના મોતની તારીખ
- રશિયા સમમરીન કુર્સ્કના ડૂબવાની વાત
- રાજકુમારી ડાયનાના મોતની તારીખ
- 1985માં ઉત્તરી બલ્ગેરિયામાં ભૂકંપ
- અમેરિકામાં 9/11નો હુમલો
- 2004માં આવેલી ત્સુનામી

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More