Surat News : સુરતમાં ફ્રેન્ડશીપ ડેના ગણતરીના કલાકો પહેલા અજીબ ઘટના બની હતી. ફ્રેન્ડશીપ ડેના એક દિવસ પહેલા જ બે મિત્રોએ તાપી નદીમા એકસાથે છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, નીચે કીચડ હોવાથી બંને ફસાયા હતા, અને બંનેનું સલામત રીતે રેસક્યૂ કરાયું હતું.
ડીંડોલીમાં રહેતા બે મિત્રોએ તાપીમ નદીાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતું તાપીના કીચડમાં ફસાતા બંને મિત્રોને બચાવી લેવાયા હતા. સ્થાનિકોની નજર જતા જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક બનાવ સ્થળે પોહચી બંને મિત્રોને બહાર કાઢ્યા હતા. બંને મિત્રોને શરીરના ભાગે ગંભીર ફેક્ચર થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડિંડોલીના શિવહીરાનગર વિસ્તારમાં રહેતો 18 વર્ષીય સમીર રાજુ મહંતો મેડિકલ સ્ટોરમાં કામ કરે છે. તો તેનો મિત્ર કસ્તુભ બાવને ઓનલાઈન ડિલીવરીનું કામ કરે છે. કસ્તુભ 24 વર્ષનો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સમીર ધોરણ-10 માં પરીક્ષા આપવાનો હતો, તે કારણે ટેન્શનમાં હતો. તો કસ્તુભની નોકરી છુટી ગઈ હતી, તેમજ ડિલીવરીના કામમાં પણ મંદી હોવાતી તે ટેન્શનમાં રહેતો હતો. તેથી બંનેએ એકસાથે મોત વ્હાલુ કરવાનું નક્કી કર્યું.
અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની એકસાથે આગાહી, ગુજરાતમાં કંઈક તો થશે!
પરંતું બંનેના નસીબમાં મોત લખ્યું ન હતું. બંનેએ શુક્રવારે રાતે ઉંદર મારવાની દવા એકસાથે ગટગટાવી હતી. જેના બાદ બંનેએ તાપી નદીના ચંદ્રશેખર બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. પરંતું નીચે કાદવ હોવાથી બંને કાદવમાં ફસાયા હતા.
સ્થાનિક લોકોએ આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના બાદ રેસ્ક્યૂ ટીમ પહોંચી હતી. બંનેને ભારે મહેનત બાદ કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વિરમગામની પ્રજા આ નકામા છોકરાને માફ નહિ કરે, આતો મલાઈ મળવામાં ડખા થયા ને બકરું ભરાયુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે