Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીના દરિયામાં દેખાઈ શંકાસ્પદ બોટ, કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે પીછો કરતા જ જોઈને ભાગી ગઈ

અમરેલી દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી. જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી હતી. હાલ હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

અમરેલીના દરિયામાં દેખાઈ શંકાસ્પદ બોટ, કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે પીછો કરતા જ જોઈને ભાગી ગઈ

Amreli News : અમરેલી દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી. જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી હતી. હાલ હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

fallbacks

ગુજરાતની દરિયા સીમા સુરક્ષા પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાઈ હતી. જે જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દૂર આ બોટ દેખાઈ હતી. માછીમારોએ બોટ રોકવાનો કર્યો પ્રયાસ, પરંતુ તે રોકાઈ ન હતી. બોટ ભાગતાં કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી બોટનો શરૂ પીછો કર્યો હતો. શંકાસ્પદ બોટને કારણે દરિયામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 

હજી હાલમાં જ ફીશરીઝ વિભાગ દ્વારા પોરબંદર જિલ્લાની તમામ બોટોને માછીમારી માટે દરિયામાં જવા મંજુરી અપાઈ હતી. 14 મે 2025 થી માછીમાર બોટોને ટોકન ઈશ્યુ કરવા આદેશ કરાયા હતા. આઇએમબીએલ તથા નો ફિશીંગ ઝોનમાં માછીમારી માટે નહીં જવા સુચના જાહેર કરાઈ છે. માછીમારી બોટોએ સમુહમાં માછીમારી કરવા અને સંદેશાવ્યવહાર ચાલુ રાખવા જાણ કરવામાં આવી છે. દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ અથવા વ્યક્તિઓ જણાય તો સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સુચના અપાઈ. ઓપરેશન સિંદૂર સમયે સરકારે માછીમારી બોટોને પરત બોલાવી લેવાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More