અમદાવાદઃ નકલી નોટનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિજય પટેલ નામના વ્યક્તિએ એક્સ પર વીડિયો અપલોડ કર્યો છે. આ વ્યક્તિ નકલી નોટોનો વેપાર કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક લાખની અસલી નોટ સામે પાંચ લાખની નકલી નોટ લઈ જાઓ તેવો ઉલ્લેખ કરાયો છે.
વાયરલ થયો વીડિયો
વાયરલ વીડિયોમાં આ વ્યક્તિ 500 રૂપિયાની નોટનો મોટો ઢગલો દેખાડી રહ્યો છે. આ વીડિયોમાં નોટનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિએ વીડિયોમાં પોતાનો મોબાઈલ નંબર પણ આવ્યો છે, તે 1 લાખ રૂપિયાની અસલી નોટ સામે 5 લાખ રૂપિયાની નકલી નોટ આપતો હોવાનું કહી રહ્યો છે. ત્યારે પોલીસે આ વાયરલ વીડિયો પાછળની હકીકત શું છે તેની તપાસ કરવી જોઈએ.
સોશિયલ મીડિયામાં કરોડો રૂપિયાની 500ની નકલી નોટોનો વીડિયો વાયરલ, નકલી નોટો મશીનમાં નથી પકડાતી તેવો દાવો#breakingnews #DuplicateCurrencynotes #gujarat #zee24kalak pic.twitter.com/LFU4yYkNbZ
— Zee 24 Kalak (@Zee24Kalak) March 1, 2025
પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટ એક્સ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ 500 રૂપિયાની નકલી નોટનો ઢગલો દેખાડી રહ્યો છે. આ વ્યક્તિ કહે છે કે એક લાખ રૂપિયાની સામે પાંચ લાખની નકલી નોટ આપવામાં આવશે. આ વ્યક્તિએ દાવો કર્યો કે આ નોટો મશીનમાં પણ પકડાતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે