Gujarat Government Teacher recruitment: રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી- 2024 અન્વયે રાજ્યના નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારો શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઓનલાઈન શાળા પસંદગી તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૧૦/૦૬/૨૦૨૫ સુધી એકસાથે આપવામાં આવેલ હતી.
ગુજરાતના 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ; બે નવી સિસ્ટમ આ વિસ્તારોમાં લાવશે 'પૂર'?
ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અનુસાર તેઓને મેરીટ કમ પ્રેફરન્સ મુજબ તા.૨૧/૦૬/ ૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી (Provisional School Allotment) જાહેર કરવામાં આવેલ છે. જેમાં કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મેરીટ કમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે.
એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી ધમધોકાર પડશે વરસાદ; આ જિલ્લાઓમાં મોટો ખતરો
આવા ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતીમાં ફળવાયેલ શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળામાં હાજર થવા માટે સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે. કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂંકનો હક પ્રસ્થાપિત થતો નથી.
'પાયલોટની સીટ અચાનક પાછળ સરકી ગઈ અને.', વિમાન દુર્ઘટના અંગે વાયરલ દાવાની શુ છે હકીકત
બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીની ઉમેદવારીનો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી તે ઉમેદવારોને બાદ કરી; બાકી રહેલ ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી FINAL ALLOTMENT કરવામાં આવશે. FINAL ALLOTMENTમાં ફળવાયેલ શાળામાં ઉમેદવારોને નિમણૂક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ શું થવા બેઠું છે? 'મેડે' કોલ બાદ ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 168 મુસાફરો
સરકારનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય સિધ્ધ કરી શકાય, તેમજ રિપીટેશન અટકાવી મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઇ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારી બાદ કરવામાં આવશે તે દરેક ઉમેદવારે સ્વીકારવાનું રહેશે. ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં. જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે