Home> Gujarat
Advertisement
Prev
Next

દર્શન માટે પણ દાદાગીરી! BJP ના VIP નેતાજીને લાઇનમાં ઉભા રહેવાની આદત જ નથી રહી ?

 સહિત સમગ્ર દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટ શહેરના ગ્રામ્ય દેવતા રામનાથ મંદિર ખાતે રાજકોટ તાલુકા યુવા ભાજપના પ્રમુખ કરણ લાવડીયા ની દાદાગીરી સામે આવી છે. સત્તાના મદમાં ચૂર એવા રાજકોટ તાલુકા ભાજપના યુવા પ્રમુખ રામનાથ મંદિર માથાકૂટ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 

દર્શન માટે પણ દાદાગીરી! BJP ના VIP નેતાજીને લાઇનમાં ઉભા રહેવાની આદત જ નથી રહી ?

ઉદય રંજન/રાજકોટ :  સહિત સમગ્ર દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટ શહેરના ગ્રામ્ય દેવતા રામનાથ મંદિર ખાતે રાજકોટ તાલુકા યુવા ભાજપના પ્રમુખ કરણ લાવડીયા ની દાદાગીરી સામે આવી છે. સત્તાના મદમાં ચૂર એવા રાજકોટ તાલુકા ભાજપના યુવા પ્રમુખ રામનાથ મંદિર માથાકૂટ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 

fallbacks

Narmada: 1000 રૂપિયા માટે દાદાગીરી કરનારા 5 પોલીસ કર્મચારીએ ગુમાવી નોકરી

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ તાલુકા ભાજપના યુવા પ્રમુખ કરણ લાવડીયા આજરોજ મહાશિવરાત્રીના પર્વ અંતર્ગત રામનાથ મહાદેવના દર્શને ગયા હતા. આ સમયે તેમણે જીન્સનું પેન્ટ તેમજ શર્ટ પહેર્યો હતો. જેના કારણે તેમને મહાદેવ પર અભિષેક કરવામાં મનાઈ ફરમાવી હતી. ત્યારે પૂજારી પરિવાર દ્વારા મનાઇ ફરમાવતા કરણ લાવડીયા ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારીએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ ગાંધીનગર ખાતે લીધી વેક્સિન

ઉલ્લેખનીય છે કે કારણ લાવડીયા ની ફેસબુક પ્રોફાઈલમાં તેઓ પોતે પોતાને રાજકોટ તાલુકા ભાજપના યુવા પ્રમુખ તરીકે દર્શાવે છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ આવ્યા હતા ત્યારે સી આર પાટીલ નું તેમને સ્વાગત કર્યું હોય તે પ્રકારના ફોટા પણ તેમને પોતાની ફેસબુક પ્રોફાઈલમાં અપલોડ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More