Home> Sports
Advertisement
Prev
Next

Vijay Hazare Trophy: પૃથ્વી શોની વધુ એક સદી, અનેક દિગ્ગજોને પાછળ છોડી બનાવ્યો નવો રેકોર્ડ

ભારતીય ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની કમાન સંભાળી રહેલ શોએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો.

Vijay Hazare Trophy: પૃથ્વી શોની વધુ એક સદી, અનેક દિગ્ગજોને પાછળ છોડી બનાવ્યો નવો રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની કમાન સંભાળી રહેલ શોએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. પૃથ્વીએ ગુરૂવારે કર્ણાટક વિરુદ્ધ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં સદી ફટકારવાની સાથે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 

fallbacks

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ફ્લોપ રહ્યા બાદ ટીમમાંથી બહાર થયેલા શોએ ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર ફોર્મ દેખાડ્યુ છે. પુડુચેરી વિરુદ્ધ બેવડી સદી ફટકારનાર શોએ ત્યારબાદ વધુ બે સદી ફટકારી છે. ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર સામે અણનમ 185 રન ફટકારનાર પૃથ્વીએ કર્ણાટક વિરુદ્ધ સેમિફાઇનલમાં 165 રન બનાવ્યા છે. આ સાથે તે વિજય હઝારે ટ્રોફીની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો હતો. 

આ પણ વાંચોઃ IND vs ENG: માત્ર 72 રન અને વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝમાં રચી શકે છે ઈતિહાસ  

પૃથ્વીએ તોડ્યો વિજય હઝારેનો રેકોર્ડ
એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આ પહેલા મયંક અગ્રવાલના નામે હતો પરંતુ હવે તેને શોએ તોડી દીધો છે. કર્ણાટક વિરુદ્ધ બેટિંગ કરવા ઉતરેલા શોએ સદી ફટકારી અને 2018માં મયંક અગ્રવાલે બનાવેલા 723 રનના રેકોર્ડને તોડી દીધો હતો. ત્રીજા નંબર પર હાલની સીઝનમાં 673 રન બનાવનાર દેવદત્ત પડિક્કલ છે. ચોથા નંબર પર પણ તેનું નામ છે, પડિક્કલે 2019ની સીઝનમાં 609 રન બનાવ્યા હતા.

ધમાકેદાર ફોર્મમાં પૃથ્વી શો
આ ટૂર્નામેન્ટમાં પૃથ્વી શોની ચોથી સદી છે. તેમાંથી એક બેવડી સદી હતી. પૃથ્વીએ આમ તો ત્રણ સદી બનાવી છે પરંતુ એક બેવડી સદીને કારણે તેની સદીની સંખ્યા ચાર છે. તેણે દિલ્હી વિરુદ્ધ 105 રન બનાવ્યા હતા. ત્યારબાદ પુડુચેરી વિરુદ્ધ 227 રનની ઈનિંગ રમી. ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર વિરુદ્ધ 185 અને હવે સેમિફાઇનલમાં 165 રન ફટકાર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More