Home> Gujarat
Advertisement
Prev
Next

ભાદરવી પૂનમ પહેલા અંબાજી મંદિરને મળ્યું ચાંદીનું સૌથી મોટું દાન, જાણો અમદાવાદના માઈભક્તની દાતારી!

સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોના-ચાંદીનું દાન કરી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના એક માઈભક્ત દ્વારા 40 કિલો ચાંદીનું દાન કરવામાં આવ્યું છે. દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદીનું દાન કર્યું છે. 
 

ભાદરવી પૂનમ પહેલા અંબાજી મંદિરને મળ્યું ચાંદીનું સૌથી મોટું દાન, જાણો અમદાવાદના માઈભક્તની દાતારી!

Banaskatha News: અંબાજી માતાના મંદિરને શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે અને તે ગુજરાતનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. દર વર્ષે લાખો ભક્તો ખાસ કરીને ભાદરવી પૂર્ણિમા મેળા દરમિયાન દર્શન કરવા આવે છે. મંદિરમાં કરોડો રૂપિયાના પ્રસાદ મળે છે. મંદિર ટ્રસ્ટ પાસે મોટી માત્રામાં જમીન, સોના-ચાંદીના દાગીના અને સામાજિક સંસ્થાઓ (શાળાઓ, હોસ્પિટલો વગેરે) પણ છે.

fallbacks

ફરી એકવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનની સરવાણી વહી છે. અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું દાન મળ્યું છે. જી હા...માઈ ભક્ત દ્વારા અંદાજે કિંમત રૂપિયા 46 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર બનાવીને ભેટ આપ્યા છે. એટલું જ નહીં, એક મોટું છત્ર પણ ટ્રસ્ટને ભેટ ધર્યું છે.

મહત્વનું છે કે અંબાજીમાં અમદાવાદના જે શ્રદ્ધાળુએ દાન કર્યું છે તે દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદીનું દાન કર્યું છે. ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે દાન સ્વીકાર્યું હતું. અમદાવાદના એક ભક્ત મંડળ દ્વારા ગબ્બરગઢ ઉપર અખંડ જ્યોતના મંદિર અને ભૈરવજી મંદિરના જાળી વાળા દ્વાર, પ્રસાદ માટે ચાંદીનો વાટકો, ચાંદી મૂકવા માટે બાજોટનું  દાન કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More