Home> Health
Advertisement
Prev
Next

હાથ-પગમાં થાય છે ઝણઝણાટનો અનુભવ, હોઈ શકે છે આ જરૂરી વિટામિનની કમી

શું તમારા હાથ અને પગ વારંવાર ધ્રૂજે છે? જો હા, તો તમારે આ લક્ષણને નાનું સમજીને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ, નહીં તો તમારે તેના પરિણામો ભોગવવા પડી શકે છે.
 

 હાથ-પગમાં થાય છે ઝણઝણાટનો અનુભવ, હોઈ શકે છે આ જરૂરી વિટામિનની કમી

Health Tips: તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે જ્યારે શરીરમાં કોઈ જરૂરી પોષક તત્વોની ઉણપ હોય છે, ત્યારે આપણું શરીર કેટલાક લક્ષણોની મદદથી આપણને વારંવાર આ વિશે જણાવવાનો પ્રયાસ કરે છે. જે લોકો આવા લક્ષણોને સમયસર ઓળખી લે છે, તેમના સ્વાસ્થ્યને વધુ નુકસાન થતું નથી. આજે અમે તમને એક આવશ્યક વિટામિનની ઉણપને કારણે શરીરમાં જોવા મળતા લક્ષણો વિશે જણાવીશું.

fallbacks

હાથ-પગમાં ઝણઝણાટ
હાથ-પગમાં ધ્રૂજારી કે હાથ-પગમાં ઝણઝણાટ અનુભવ થયો, આ પ્રકારનું લક્ષણ વિટામિન બી12 ની કમી તરફ ઇશારો કરી શકે છે. વિટામિન બી12ની કમી નર્વસ સિસ્ટમને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વિટામિનની કમીને કારણે નસો નબળી પડવા લાગે છે અને આ કારણ છે કે હાથ અને પગમાં ઝણઝણાટનો અનુભવા લાગે છે.

થાક અને નબળાઈ
શું તમને ખૂબ થાક અને નબળાઈ લાગે છે? જો હા, તો શક્ય છે કે તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ વિટામિનની ઉણપ ઉર્જા સ્તર પર નકારાત્મક અસર કરી શકે છે. આ ઉપરાંત, શું તમને ચક્કર પણ આવે છે? જો હા, તો આ લક્ષણ વિટામિન B12 ની ઉણપનું લક્ષણ પણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ લિવરને ચૂપચાપ ખતમ કરી નાખે છે આ બીમારી, 99 ટકા લોકો નથી આપતા ધ્યાન

ધ્યાન આપવા જેવા લક્ષણ
તમને જણાવી દઈએ કે આ વિટામિનની કમીને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. જો તમને શ્વાસ જલ્દી ચડવા લાગે છે તો તમારે સાવધાન થવું જોઈએ. જો તમને આવા કોઈ લક્ષણ એક સાથે જોવા મળે છે તો તમારે તપાસ કરાવવી જોઈએ, બાકી તમારૂ સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More