સુરત : શહેરનાં ઉધના વિસ્તારમાં સસરાએ દારૂનાં નશામાં વળુનું ગળુ કાપીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલાને પાંચ વર્ષનો દિકરો પણ છે. માતાનું મોત થતા 5 વર્ષનું બાળક નોંધારુ બન્યું છે. જ્યારે હત્યા કરનારાર સસરાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.
વરસાદે વિરામ લીધો: અનેક જિલ્લાઓમાં સામાન્ય છુટો છવાયો વરસાદ નોંધાયો
ઘટના અંગે વિગતને મળતી માહિતી અનુસાર ઉધનામાં આવેલા ભીમનગર વિસ્તારમાં નેહા મયુર લાખાણી પોતાનાં પરિવાર સાથે રહે છે. નેહાએ 6 વર્ષ પહેલા મયુર નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિવાર સાથે તેઓ ભીમ નગરમાં રહેવા માટે આવી ગઇ હતી. લગ્નનાં 1 વર્ષમાં નેહાએ દિકરાને પણ જન્મ આપ્યો હતો અને તે પરિવાર સાથે સુખેથી જીવન પસાર કરતી હતી.
રાજ્યસભા ચૂંટણી: કોરોનાને ધ્યાને લઇ ચૂંટણીપંચનું જડબેસલાક આયોજન, વિશિષ્ટ રીતે થશે મતદાન
જો કે સસરાને દારૂ પીવાની કુટેવ હોવાને કારણે અનેક વાર તેઓ દારૂ પીને ઘરે માથાકુટ કરતા હતા. જેથી નેહા વારંવાર દારૂ નહી પીવા માટે ટોકતી હતી. જેથી એક દિવસ દારૂ પીને આવેલા સસરાએ ઘરે આવીને માથાકુટ ચાલુ કરી હતી. જેથી નેહાએ દારૂ નહી પીવા જણાવતા ઉશ્કેરાલેયા સસરાએ તેનું ગળુ કાપીને નિર્મમ હત્યા કરી નાખી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ દ્વારા નેહાના સસા સુરેશ લાખાણીની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે