Home> World
Advertisement
Prev
Next

સરહદ પર ટેન્શન: ભારતના સપોર્ટમાં સામે આવ્યું રશિયા, ચીન સાથેના વિવાદ પર કહી આ વાત

ચીનની સાથે લદ્દાખ સીમા (India-China Dispute) પર તણાવ યથાવત છે. ચીનની સાથે સરહદ પર ટેન્શન વચ્ચે ભારતને રશિયાનો સાથ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરહદ પર ચીન સાથે ચાલી રહેલા મુકાબલા વચ્ચે રશિયાએ ભારતને તેના પ્રયાસોમાં સમર્થન આપવાની ખાતરી આપી છે. રશિયાએ કહ્યું કે ભારત અને ચીન બંને નજીકના ભાગીદાર અને મિત્રો છે.

સરહદ પર ટેન્શન: ભારતના સપોર્ટમાં સામે આવ્યું રશિયા, ચીન સાથેના વિવાદ પર કહી આ વાત

નવી દિલ્હી: ચીનની સાથે લદ્દાખ સીમા (India-China Dispute) પર તણાવ યથાવત છે. ચીનની સાથે સરહદ પર ટેન્શન વચ્ચે ભારતને રશિયાનો સાથ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરહદ પર ચીન સાથે ચાલી રહેલા મુકાબલા વચ્ચે રશિયાએ ભારતને તેના પ્રયાસોમાં સમર્થન આપવાની ખાતરી આપી છે. રશિયાએ કહ્યું કે ભારત અને ચીન બંને નજીકના ભાગીદાર અને મિત્રો છે.

fallbacks

બુધવારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ, ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુદાશેવ અને રશિયાના નાયબ પ્રમુખ મિશન રોમન બાબુસકિને ભારત-ચીન સરહદ વિવાદને હલ કરવાની આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો:- ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર? ISI હડક્વોર્ટરમાં મળ્યા સેના પ્રમુખ

રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું, જેમ કે અમે પહેલાથી જાણીએ છે કે, ભારત અને ચીનના સેના પ્રતિનિધિયોએ સંપર્ક કર્યો છે, તે આ સ્થિતિ પર ચર્ચા કરી રહ્યાં છે. તેને સમાપ્ત કરવાના ઉપાયો પર ચર્ચા કરી રહ્યાં છે અમે તેમનું સ્વાગત કરીએ છે.

આ પણ વાંચો:- ચીનને જબરદસ્ત ફટકો, તાઈવાન-હોંગકોંગમાં લોકો ખુલ્લેઆમ કરી રહ્યાં છે ભારતને સપોર્ટ

રાજદૂત કુદાશેવે એક ટ્વીટમાં કહ્યું, અમે એલએસીમાં ડી-એસ્કેલેશનના ઉદ્દેશ્યથી તમામ પગલાઓનું સ્વાગત કરીએ છે. જેમાં બે વિદેશ મંત્રીઓની વચ્ચે વાતચીત પણ સામેલ છે અને આશાવાદી રહીએ છીએ. જ્યારે રશિયાના ડેપ્યુટી ચીફ મિશન (ડીસીએમ) રોમન બાબુસકીને કહ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે તણાવ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, અને બંને પક્ષો સહકારની સંભાવનાને ધ્યાનમાં રાખીને રચનાત્મક વાતચીત પણ કરશે. રશિયા માને છે શું તે આ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો:- ભારત 8મી વાર UNSCનો અસ્થાયી સભ્ય બનતા પાકિસ્તાન પરેશાન, અમેરિકાએ કર્યું સ્વાગત

તમને જણાવી દઇએ કે, ભારત અને રશિયા વચ્ચે મૈત્રીપુણ સંબંધ છે. બંને દેશ એક-બીજાના સમર્થનમાં હમેશાં સાથે ઉભા રહે છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંનેએ આ વર્ષ ઘણી વખત એક-બીજા સાથે વાત કરી છે. જેમાં કોરોના વાયરસ મુખ્ય મુદ્દો રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More