Home> Gujarat
Advertisement
Prev
Next

ખુશીના સમાચારઃ ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં  28.87 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી


વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે. 

ખુશીના સમાચારઃ ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં  28.87 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી

જૂનાગઢઃ  ગીરના જંગલમાંથી ખુશીના સમાચાર આવ્યા છે. એશિયાટિક સિંહોની સંખ્યામાં 28.87 ટકાનો વધારો થયો છે. 5 જૂન પૂનમે સિંહોની ગણતરી કરવામાં આવી હતી. 1400 જેટલા વનકર્મીઓ આ સિંહની ગણતરીમાં જોડાયા હતા.     2020માં ગીરના જંગલમાં એશિયાટિક સિંહોની સંખ્યા 674 પર પહોંચી ગઈ છે. તો આ સમાચારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુશ થયા છે. તેમણે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. 

fallbacks

2015 કરતા થયો વધારો
વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે. 2020માં આ સંખ્યા 674 પર પહોંચી છે. જેમાં પુખ્ત સિંહોની વાત કરવામાં આવે તો 161 નર અને 260 માદા સિંહ છે. પાઠડા સિંહોની સંખ્યામાં 45 નર અને 49 માદા છે. જ્યારે 22 વણઓળખાયેલા છે. તો સિંહ બાળની સંખ્યા 137 હોવાનું સામે આવ્યું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વીટ
પીએમ મોદીએ ગીરના જંગલમાં સિંહની વસ્તી વધારાના સમાચારને લઈને ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ખુબ જ સારા સમાચાર, ગુજરાતના ગીર જંગલમાં રહેતા એશિયાટિક સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો. ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36% જેટલો વધારો છે. ગુજરાતના લોકો અને જેમણે આ માટે પ્રયત્નો કર્યા છે તે બધાના પરાક્રમને સલામ..

 

પ્રથમવાર ગીરમાં આધુનિક ટેક્નોલોજીથી ગણતરી હાથ ધરવામાં આવી છે. આ વખતે જર્મન ટેક્નોલોજીના રેડિયો કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેટેલાઇટ મારફતે સિંગોને લગાવેલ રેડિયો કોલર દ્વારા સિંહોનું લોકેશન મેળવવામાં આવ્યું હતું. આ ગણતરી વન વિભાગના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટિકાદાર અને મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાના માર્ગદર્શનમાં કરવામાં આવી હતી. આ સત્તાવાર ગણતરી નથી પરંતુ વનવિભાગની નિયમિત પ્રક્રિયાના ભાગ રૂપે કરવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More